પરિણીતાએ પ્રેમસંબંધનો અંત લાવવાનું નક્કી કરતાં તેના દીકરાનું પ્રેમીએ કર્યું અપહરણ

અમદાવાદ, વસ્ત્રાલમાં રહેતી પરિણીતાએ પ્રેમ સંબંધનો અંત લાવવાનું નક્કી કરતાં પ્રેમીએ તેના એક વર્ષના દીકરાનું અપહરણ કર્યું હતું. જાે કે, ફરિયાદ નોંધાવતા પોલીસે તરત જ શોધ આદરી હતી અને ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરીને દીકરાને હેમખેમ તેના માતા-પિતાને સોંપ્યો હતો. A guy kidnapped his married lover’s son When she decided to end the relationship
રિપોર્ટ પ્રમાણે, પરિણીતા પતિ તેમજ ચાર વર્ષની દીકરી અને એક વર્ષના દીકરા સાથે વસ્ત્રાલમાં રહે છે. આશરે પાંચ વર્ષ પહેલા તેના લગ્ન થયા હતા. જે જ્યાં રહે છે ત્યાં જ આરોપી પ્રકાશ દંતાણી રહેતો હતો. બંને ચાર વર્ષથી એકબીજાને ઓળખતા હતા.
શરૂઆતમાં ફોન પર તેમની વાતચીત શરૂ થઈ હતી અને બાદમાં નિકટ આવ્યા હતા. પરિવારથી છુપાવીને તેઓ અલગ-અલગ હોટેલમાં મળતા પણ હતા. જ્યારે પરિણીતાની દીકરી એક વર્ષની હતી ત્યારે જ પ્રકાશે તેને પતિથી ડિવોર્સ લેવા માટે કહ્યું હતું. જાે કે, તેણે દીકરીના કારણે આમ કરવાનો ઈનકાર કર્યો હતો. તે પછી પણ તેમના સંબંધો યથાવત્ રહ્યા હતા.
એક દિવસ પરિણીતાના પતિને તેના પ્રેમ સંબંધ વિશે જાણ થઈ હતી. તેણે તેને પાસે બેસાડી હતી અને પ્રકાશ સાથે સંબંધ કાપી નાખવા માટે સમજાવી હતી. બધાના હિતને ધ્યાનમાં રાખી પરિણીતાએ પ્રેમ કહાણી પર પૂર્ણવિરામ મૂક્યું હતું. આશરે બે મહિના પહેલા પ્રકાશ બાવળા રહેવા જતો રહ્યો હતો.
આશરે બે અઠવાડિયા પહેલા અચાનક તે વસ્ત્રાલ પાછો આવ્યો હતો. પરિણીતા જ્યારે દૂધ લેવા ગઈ ત્યારે તેની પાસે જઈ ચડ્યો હતો અને તેની પાસે પરત ફરવા માગે છે કે કેમ તેમ પૂછ્યું હતું. જાે કે પરિણીતાએ જવાબ આપવાનું ટાળ્યું હતું. પ્રકાશ આટલેથી અટક્યો નહોતો અને ૧૪ મેના રોજ જ્યારે પરિણીતા કોઈના લગ્નપ્રસંગમાં ગઈ ત્યારે પણ તેને ફોન કર્યો હતો, ત્યારે તેણે તે વ્યસ્ત હોવાનું કહ્યું હતું.
બીજા દિવસે જ્યારે પરિણીતા બંને બાળકોને લઈને બહાર નીકળી ત્યારે પ્રકાશ બાઈક લઈને આવ્યો હતો અને ફરીથી તેને ર્નિણય લેવા કહ્યું હતું. તે સમયે પરિણીતાએ પતિ સાથે રહેવાનું નક્કી કર્યું હોવાનું જણાવ્યું હતું. આ વાત પ્રકાશને ગમી નહોતી અને તેના એક વર્ષના દીકરાને પોતાની પાસે ખેંચી બાઈક પર બેસાડી દીધો હતો, પરિણીતાને પણ પોતાની પાછળ બેસી જવા કહ્યું હતું. પ્રકાશે પરિણીતાને ઓઢવ પાંજરાપોળથી લઈને બાપુનગર સુધી ફેરવી હતી.
પરિણીતાએ બાઈક ઉભી રાખવાનું કહ્યું તેમ છતાં પ્રકાશ ન માનતાં તેને ચાર-પાંચ મુક્કા પણ માર્યા હતા. તા જેવી નીચે ઉતરી કે પ્રકાશે તેને લાફો માર્યો હતો, જેના કારણે તે નીચે પડી ગઈ હતી. તે ઉભી થઈને પોતાને સંભાળે તે પહેલા જ પ્રકાશ તેના દીકરાને લઈને સાણંદ નાસી ગયો હતો. મહિલાએ તરત જ ફોન કરીને ભાઈ અને પતિને આ વિશે વાત કરી હતી.
તે આ વિશે ફરિયાદ નોંધાવવા ઓઢવ પોલીસ સ્ટેશને પહોંચી હતી. પરંતુ ઘટના નિકોલમાં બની હોવાથી ત્યાંની પોલીસે અપહરણ અને મારામારીની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો અને ગણતરીના કલાકોમાં પ્રકાશને ઝડપી લીધો હતો.SS1MS