૧૦ કરોડમાં વેચાઇ રહી છે અડધી ખાધેલી સેન્ડવિચ
નવી દિલ્હી, તમે વધારેમાં વધારે એક સેન્ડવિચની કેટલી કિંમત આંકી શકો છો? સામાન્ય રીતે ૪૦-૫૦ રૂપિયાથી લઇને તેને ૨૦૦-૨૫૦ રૂપિયા સુધીમાં તમે ખરીદી હશે. તેની કિંમત સેન્ડવિચની ફિલિંગ અને તમે તેને ક્યાંથી ખરીદી રહ્યાં છો તેના પર આધારિત હોય છે.
જો કે અમે આજે જે સેન્ડવિચની વાત કરી રહ્યાં છીએ, તે આ બધાથી લાખો-કરોડો ગણા ભાવે વેચાઇ રહી છે. તમે પણ વિચારી રહ્યાં હશો કે આખરે આ સેન્ડવિચમાં એવું તો શું છે? સેન્ડવિચ જો બહુ જ સારી અને ચીઝી હોય તો પણ તેની કિંમત ૫૦૦ રૂપિયાથી વધારે તો ન જ હોઇ શકે. જો કે આ સમયે એક એવી સેન્ડવિચ ફેસબુક પર વેચાઇ રહી છે, જેને ૧૦ કરોડ રૂપિયામાં વેચવામાં આવી રહી છે.
સૌકોઇ મૂંઝવણમાં મૂકાઇ ગયા છે કે આ કોની અેંઠી સેન્ડવિચ છે? ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટ અનુસાર, સેન્ડવિચને માર્કેટપ્લેસ પર વેચાણ માટે મૂકવામાં આવી છે. આ એવી જગ્યાએ સેલ માટે મૂકવામાં આવી છે, જ્યાં લોકો ઉપયોગમાં લીધેલો સામાન પણ ખરીદી શકે છે
ફેસબુક માર્કેટપ્લેસ પર ઇંગ્લેન્ડના લીસ્ટરમાં રહેતા એક શખ્સે એક પોસ્ટ કરી હતી. તેની ડિટેલ્સમાં લખવામાં આવ્યું છે કે, આ નવી ગ્રિલ્ડ અને અડધી ખાધેલી સેન્ડવિચ છે. તેમાં ચીઝ અને મીટનો ઉપયોગ થયો છે. આ સેન્ડવિચ ખૂબ જ ક્રિસ્પી છે અને તેથી જ તેને વેચવામાં આવી રહી છે કારણ કે તેનો માલિક તેને સંપૂર્ણ રીતે પૂરી ન કરી શક્યો.
આ પોસ્ટમાં તે નથી જણાવવામાં આવ્યું કે, સેન્ડવિચની કિંમત ૧.૩ મિલિયન યુએસ ડોલર્સ એટલે કે ૧૦ કરોડ રૂપિયાથી વધુ કેમ રાખવામાં આવી છે. તે વિગતો પણ આપવામાં નથી આવી કે આ સેન્ડવિચ કોણે ખાધી છે. એવું નથી કે પહેલીવાર કોઇએ આ પ્રકારનો ફોટો મૂક્યો છે. એક શખ્સે પહેલા પર એક એવી પોસ્ટ નાંખી હતી, જેમાં તેણે પોતાના લંચનો ફોટો મૂક્યો હતો. તેના લંચમાં બાફેલા બટાકા અને બેક્ડ બીન્સ હતાં.
જેને તેણે નોર્મલ પ્લેટ પર નહીં પરંતુ માઇક્રોવેવના બેકિંગ પ્લેટ પર મૂક્યા હતાં. તેણે કેપ્શનમાં લખ્યું હતું કે, તે મોબાઇલ એન્જિનિયર છે અને તેની વેનમાં માઇક્રોવેર રાખેલું છે. તે ખાવાનું ભૂલી ગયો હતો, તેવામાં તેણે આ જ પ્લેટમાં જમવુ પડી રહ્યું છે. તેણે કહ્યું કે, આનાથી ખરાબ લંચ ન હોઇ શકે.SS1MS