પાર્કિગ બાબતે માથાભારે શખ્સે યુવકને માર મારીને કાચ તોડી નાખ્યો
અમદાવાદ, શહેરના આસ્ટોડિયા વિસ્તારમાં ગઈકાલે કાર પાર્ક કરવા બાબતે એક માથાભારે શખ્સે યુવકને માર મારીને તેનો કાચ તોડી નાખતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. તારે અહીં ગાડી પાર્ક કરવાની નહીં તેમ કહીને બબાલ શરૂ કરી દીધી હતી.
આસ્ટોડિયા વિસ્તારમાં આવેલી સમીરા રેસિડેન્સીમાં રહેતા ઝફર શેખે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં અજમલ ઉર્ફે અજ્જુ અસલમખાન (રહે, કાચની મÂસ્જદ, જમાલપુર) વિરૂદ્ધ મારામારીની ફરિયાદ કરી છે. ઝફર મોબાઈલ શોપ ધરાવીને પોતાનું તેમજ પરિવારનું ગુજરાન ચલાવે છે.
બે દિવસ પહેલા ઝફરની સામે રહેતા યુસુફભાઈનો ભત્રીજો અજમલ ઉર્ફે અજ્જુ તેમના ઘરે આવ્યો હતો. તે સમયે ઝફરને પરિવાર સાથે સામાજિક પ્રસંગમાં જવાનું હોવાથી તે પોતાની કાર પાસે ઊભો હતો. દરમિયાનમાં અજમલ ઉર્ફે અજ્જુ આવ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે અહીં ગાડી પાર્ક કરીને કેમ ઊભો છે.
તારે અહીં ગાડી પાર્ક કરવાની નથી. અજમલે ઝફર સાથે બોલાચાલી કરી ઝઘડો કર્યાે હતો અને ગાળો પણ બોલવાની શરૂ કરી દીધી હતી. ઝફરે ગાળો બોલવાની ના પાડતા અજમલ ઉશ્કેરાઈ ગયો હતો અને રસ્તામાં પડેલી કાચની બોટલ લઈને કાર પર મારી દીધી હતી. કાચની બોટલ મારતા ઝફરની કારનો કાચ તૂટી ગયો હતો. અજમલે ઝફરપર હુમલો કરી દીધો હતો.
જેથી આસપાસના લોકો દોડી આવ્યા હતા. અજમલ ત્યાંથી નાસી ગયો હતો. જ્યારે ઝફર પોતાના પરિવાર સાથે પ્રસંગમાં ગયો હતો. ગઈ કાલે ઝફરે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. જેમાં પોલીસે ગુનો નોંધીને તપાસશ શરૂ કરી છે.