વડાલીમાં હેલ્થ કેમ્પ કરાયો
(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, નરોત્તમ લાલભાઈ રૂરલ ડેવલોપમેન્ટ ફંડ અને જી.સી.એસ. હોસ્પિટલ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે તા ઃ૧૯-૦૧-૨૦૨૩ ના રોજ વિના મૂલ્યે સર્વ રોગ નિદાન કેમ્પ, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વડાલી મુકામે રાખવામાં આવ્યો હતો. વડાલી તાલુકાના સ્થાનિક ગ્રામજનોને નિઃશુલ્ક સેવા મળે અને યોગ્ય સારવાર નો લાભ મળે તે હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. કેમ્પ માં સ્ત્રી રોગ નિષ્ણનાંત ,ઓર્થો પેડિક નિષ્ણનાંત,સર્જરી નિષ્ણનાંત અને ફિજીશિયન ડૉકટરો હાજર રહ્યા હતા.
જે દર્દી ઓને દવા ની જરૂર હતી તેમને નિ ઃશુલ્ક દવા આપવામાં આવી હતી. સર્વ રોગ નિ ઃશુલ્ક નિદાન કેમ્પ માં ઓર્થો પેડીક દર્દી ૧૪૪ સર્જરીના ૩૦ ફિજીશિયન ના ૫૦ અને સ્ત્રી રોગ ના ૬ દર્દી એમ કુલ ૨૩૦ દર્દીઓ એ લાભ લીધો હતો. જે દર્દીઓને ઓપરેશન ની જરૂરિયાત જણાઇ તેમને જી.સી.એસ. હોસ્પિટલ અમદાવાદમાં વિના મૂલ્યે ઓપરેશન કરવામાં આવશે. કાર્યક્રમને સફળ બનાવવા જી.સી.એસ.હોસ્પિટલના કો-ઓર્ડીનેટર શ્રી સરફરાઝ મન્સૂરી અને નરોત્તમ લાલભાઈ રૂરલ ડેવલોપમેન્ટ ફંડ ના સ્ટાફ અને ચેરમેન શ્રી વિજયભાઈ પટેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વડાલી એ જહેમત ઉઠાવી હતી.