વાપી ખાતે પોલીસ કર્મચારીઓ તેમના પરિવારજનો માટે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો
(પ્રતિનિધિ) વાપી, વાપી ખાતે મેહતા હોસ્પિટલ કિલ્લા પારડી તથા હેલપિંગ હેન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત હેલ્થ ચેક અપ કેમ્પમાં ડો.પ્રફુલ મેહતા, ડો.કૃપાલ પટેલ, ડો.અંબરીશ મણિયાર,ડો. અભિષેક હેરંજલ, ડો.રાધિકા હેરંજલ, ડો.ભક્તિ પટેલ, ડો.ચિંતન પટેલ,ડો.પુનિત માલવિયા, દેસાઈ,ડૉ.કિંજલ,ર્ડો .શ્રેયા , ડો.દીર્ઘમ, ડો.ચંદન તેમજ મેહતા હોસ્પિટલ તથા હેલપિંગ હેન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ના સ્ટાફે સેવાઓ આપી. કેમ્પમાં જન૨લ ચેક અપ, બ્લડપ્રેશર, બ્લડ સુગર, કાર્ડિયોગ્રામ, આંખ, દાંત, સ્કિનની તપાસણી કરવામાં આવી. વાપી ખાતેના ડી. વાય. એસપી દવે , પીઆઈ બી.જે. સરવૈયા , પીઆઈ ભરવાડ , પી આઈ ચૌધરી , પીએસઆઈ જે આઈ પરમાર, પીએસઆઈ ભીંગ રાડીયા , પીએસઆઈ એ .બી પરમાર , પીએસઆઈ કિરણ પાટીલ વગેરે ઉપસ્થિત રહયા હતા. હેલપિંગ હેન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન ડો.પ્રફુલ મેહતા, વાઇસ ચેરમેન શરદ દેસાઈ, પ્રોગ્રામ કમિટી ચેરમેન પ્રીતેશ ભરુચા વગેરે એ કેમ્પને સફળ બનાવવા માટે યોગદાન આપ્યું હતું. કાર્યક્રમના અંતે ડીવાયએસપી દવે સાહેબ તેમજ પોલીસ અધિકારીશ્રીઓએ ઉપસ્થિત ડોક્ટર્સનું તથા હેલપિંગ હેન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ પદાધિકારીઓનું પુષ્પગુચ્છથી સન્માન કર્યું હતું. આભારવિધિ પીઆઈ બી .જે .સરવૈયા સાહેબે આટોપી હતી. કેમ્પમાં ૨૭૦ જેટલા પોલીસ કર્મીઓનું હેલ્થચેક અપ કરવામાં આવ્યું હતું.