ઉચ્ચ અધિકારીનો પુત્ર રાજકોટના જવેલર્સમાં લુંટનો પ્રયાસ કરનારો નીકળ્યો
સીન જમાવવા કાર ભાડે ફરતોઃ દેવું થતાં લૂંટનો માર્ગ અપનાવ્યો
રાજકોટ, રાજકોટમાં પેલેરોડ નજીક મોનીકા જવેલર્સમાં ઘુસી સોની વેપારી ઉપર સ્પ્રે છાંટી સોનાના દાગીનાની લૂંટ કરવાના પ્રયાસમાં પોલીસે પીજીવીસીએલના કલાસ-ર અધિકારીના પુત્ર બીસીએના છાત્ર દેવેન ધર્મેશભાઈ નકુમ ઉ.રર ને ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હતો.
પુછતાછમાં સામે આવ્યું હતું કે, બીસીએનો અભ્યાસ પુરો કર્યા બાદ કોઈ કામ કરતો નહતો. તેમજ અભ્યાસ કરતો ન હોવા છતાં હોસ્ટેલમાં રહેતો હતો અને મીત્ર સામે સીન જમાવવા માટે કાર ભાડે લઈને ફરતો હતો. આ કાના ભાડા ચુકવવા માટે પ૦ હજારનું દેણું થઈ જતાં લુંટનો પ્રયાસ કર્યો હતો.
પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, પકડાયેલા દેવેત ધર્મેશભાઈ નકુમે અગાઉ રેકી કરી હતી. અને ત્યારબાદ લુંટ કરવા ગયો હતો. લુંટની કોશીશના ગુનામાં નાસી જનાર આરોપી દેવેન નકુમ લુંટમાં સફળ ન થતા નાસી ગયો હતો.
દેવેન દુકાનના સીસીટીવી કેદ થઈ ગયો હોય તેની જાણ પોલીસને થઈ જાય તો પોલીસે તેને ઓળખી ન જાય તે માટે દેવેન બનાવ બાદ હેરસુલની દુકાનમાં કાઢી અને મુછ કઢાવી નાખ્યા હતા. છતાં એ-ડીવીઝન પોલીસે તેને ઓળખી લઈ તેની ધરપકડ કરી હતી.
આ મામલે શહેરના ૮૦ ફૂટ રોડ નજીક શેઠ હાઈસ્કુલ પાસેના પુજારા પ્લોટમાં રહેતા અને પ્રહલાદ પ્લોટમાં ચારેક વર્ષીય મોનીશ જવેલર્સ નામે સોનાના દાગીના વેચવાનો શોરૂમ ધરાવતા આકાશભાઈ અનીલભાઈ લાઠીગરાએ લુંટના પ્રયાસ અંગે બે ડીવીઝન પોલીસ મથકમાં નોધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે પોતે બપોરે દુકાને એકલો હતો ત્યારે દેવેન ટોપી પહેરી અઢી વાગે દુકાનમાં આવ્યો હતો.
સોનાનો ચેઈન, વીટી સહીતના દાગીના ખરીદવા જોયા હતા અને ભાવતાલ કઢાવ્યા હતા. બાદમાં અચાનક તેણે કોઈ સ્પ્રે કાઢી મોઢા ઉપર છાંટી દીધો હતો. પરંતુ પોતે થોડા દુર ખસી જતા સ્પ્રેની કોઈ ખાસ અસર થઈ ન હતી.
વેપારી આકાશભાઈએ પોતે સ્વબચાવ માટે દુકાનમાં રહેલું સુરક્ષા ડીવાઈસ કાઢતા તેમાંથી અવાજ થતા દેવેન મોઢુંઢાંકી દુકાનમાંથી ભાગ્યો હતો પોતે કાઉનટર બહાર નીકળે તે પુર્વ દુકાનમાં ફરી આવી સ્પ્રે છાંટવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ વેપારીએ પ્રતીકાર કરતા નંબર દેખાઈ નહી તે માટે નંબર પ્લેટ બ્લર કરેલું બાઈક લઈ ભાગી ગયો હતો.