વિધર્મી યુવતી સાથે લગ્ન કરતા હિન્દુ યુવકને મોત મળ્યુ
પરિવારનો હત્યાનો આક્ષેપ
અમદાવાદ,
અમદાવાદમાં સાબરમતી નદીમાંથી ૩૭ વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. પરિવારનો આક્ષેપ છે કે વિધર્મી યુવતી સાથે લગ્ન કર્યા હોવાથી તેમના દીકરાની હત્યા કરી દેવામાં આવી છે. યુવકનું નામ હિતેશ રાઠોડ છે અને તેના ગળાના ભાગે છરીથી ઘા કરાયા હોવાના નિશાન મળી આવ્યા છે.
હિતેશના લગ્ન ૧૦ માર્ચ ૨૦૨૨ ના રોજ અન્સારી આફરીનબાનુ સાથે થયા હતા. બંનેને પ્રેમ થતા પરિવારને જાણ કર્યા વગર જ લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ પરિવારને જાણ કરી હતી. ડીકેબિન વિસ્તારમાં ગેરેજમાં કામ કરતા હિતેશના માતા પિતા બાળપણમાં જ ગુજરી ગયા હતા.
હિતેશ તેના નાના ભાઈ સાથે રહેતો હતો. પરિવારમાં વડીલ તરીકે તેના મોટા પપ્પા અને તેમનો પરિવારનો જ સાથ હતો.
લગ્ન વિશે હિતેશે ઘરમાં જાણાવતા પરિવારના સભ્યોએ આફરીનનો સ્વીકાર કર્યો હતો. હિતેશની પિતરાઈ બહેન હેતલે જણાવ્યું હતું કે, હિતેશને અગાઉ લગ્ન પહેલા ધર્મ પરિવર્તન કરી લેવા માટે સાસરી પક્ષેથી કહેવામાં આવ્યું હતું.
પરંતુ હિતેશે તેમને ના પાડી હતી. આ ઉપરાંત પણ હિતેશના દાદીને આફરીનના ભાઈ અને તેના મિત્રોએ આવીને ધમકી પણ આપી હતી કે હિતેશ અને આફરીન ક્યાં છે તે જણાવે.હેતલે જણાવ્યું હતું કે, તે આફરીનને શોપિંગ માટે મૂકીને પરત ફરી રહ્યો હતો. ત્યાર પછી તેનો કોઈ પત્તો ન લાગ્યો.
હિતેશના મિત્રએ અમને ફોન કરી જણાવ્યું હતું કે, હિતેશનો પાંચ કલાકથી સંપર્ક થઈ રહ્યો નથી. તેથી અમે પોલીસમાં ફરિયાદ લખાવી છે. તપાસમાં હિતેશનું ટુ વ્હીલર દુધેશ્વર બ્રીજથી મળી આવ્યું હતું અને સવારે તેની લાશ નદીમાંથી મળી આવી હતી. જાેકે, આ મામલે પોલીસે જણાવ્યું હતું કે, હિતેશન લાશ પોસ્ટમાર્ટમ માટે મોકલાવી છે અને આગળની તપાસ હાથ ધરી છે.hm1