શનિવારે શેરબજાર ચાલુ રાખવાનો ઐતિહાસિક ર્નિણય, ટ્રેડિંગ થઈ શકશે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/05/Sensex.webp)
મુંબઈ, બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ) અને નેશનલ સ્ટોક એક્સચેન્જે (એનએસઈ) આવતીકાલે શનિવારે શેર બજાર ચાલુ રાખવાનો ઐતિહાસિક ર્નિણય લીધો છે.
સામાન્ય રીતે શેર બજારમાં શનિવારે અને રવિવારે રજા હોય છે, જાેકે કાલે પણ ટ્રેડિંગ કરી શકાશે. એનએસઈ અને બીએસઈએ જણાવ્યું છે કે, ૨૦ જાન્યુઆરીએ શેરબજાર ખુલ્લુ રહેવાનું છે, જેમાં તમે ટ્રેડિંગ પણ કરી શકશો. એનએસઈએ આ ખાસ સેશન ડિઝાસ્ટર રિકવરી સાઈટ પર ઈન્ટ્રાડે (ઈન્ટ્રાડે) સ્વિચ-ઓવર માટે રાખ્યું છે. આ બંને સ્ટોક એક્સચેન્જાે પર આવતીકાલે નાના-નાના ૨ સેશનમાં ટ્રેડિંગ કરી શકાશે.
ઈતિહાસમાં પ્રથમ વખત શનિવારે શેર બજાર ખુલ્લું રાખવાનો ર્નિણય કરાયો છે. નવા વર્ષે આ ટ્રેડિંગ સેશનથી સ્ટોક એક્સચેન્જ ડિજાસ્ટર રિકવરી (ડ્ઢઇ) સાઈટનું ટ્રાયલ કરવામાં આવશે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય કોઈપણ પ્રતિકૂળ સંજાેગોમાં, અડચણ વગર ટ્રેડિંગ ચાલુ રાખવાનો છે. તેનો હેતુ માર્કેટ અને રોકાણકારો વચ્ચે સ્થિરતા યથાવત્ રાખવાનો છે.
એનએસઈના સર્ક્યુલર મુજબ શનિવારે ૨ સ્પેશિયલ સેશન યોજાશે. સવારે ૯ઃ૧૫ કલાકે પ્રથમ લાઈવ સેશન શરૂ કરાશે, જે ૧૫ મિનિટનું હશે અને ૧૦.૦૦ વાગ્યે સમાપ્ત થઈ જશે. તેનું ટ્રેડિંગ પ્રાઈમરી વેબસાઈટ પર કરાશે. ૧૧ઃ૩૦ કલાકે બીજું સેશન શરૂ થશે, જે એક કલાકનું હશે. જ્યારે બપોરે ૧૨ઃ૪૦ કલાકથી ૧૨ઃ૫૦ સુધી પ્રી ક્લોજિંગ રાખવાનો ર્નિણય કરાયો છે. SS2SS