નડિયાદ વિઝન સ્કૂલ ઓફ સાયન્સના તેજસ્વી તારલાઓનો ‘સન્માન સમારોહ’ યોજાયો
(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) નડીઆદની વિઝન સ્કૂલ ઓફ સાયન્સ તથા પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ વિશ્વ વિદ્યાલય, નડીયાદના સંયુકત ઉપક્રમે ધો.૧૦ અને ધો. ૧૨ની બોર્ડ પરીક્ષામાં છ૧/છ૨ પાસ થયેલ તેજસ્વી વિધાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો.
આ કાર્યક્રમની શરૂઆત રાજયોગીની કુ. પૂર્ણિમાબેન, શાળાના ચેરમેન જીગ્નેશભાઇ પટેલ, ડીરેકટરી પ્રવિણભાઇ પરમાર ઉમેશકુમાર પટેલ ઘનશ્યામભાઇ પટેલ તથા અન્ય મહાનુભાવોના હસ્તે મંગલ દિપ પ્રાગટયથી કરવામાં આવી હતી. સંસ્થાના ડીરેકટર ધર્મેશભાઇ તથા
શાળાના આચાર્ય સતિષભાઇએ ઉપસ્થિત સર્વે માનુભાવો તથા વિધાર્થીઓ, વાલીઓને આવકાર આપી સંસ્થાની પ્રગતિની ઝાંખી રજુ કરી સ્વાગત પ્રવચન કર્યુ હતું, કાર્યક્રમનાઅધ્યક્ષ સ્થાનેથી રાજયોગીની કુ. પૂર્ણિમાબહેને વિદ્યાર્થીઓને આર્શીવચન પાઠવી પોતાનો શુભચ્છા સંદેશ “ચક્રત કર્યો હતો.
આ પ્રસંગે ૐજીઝ્ર સાયન્સની બોર્ડ પરીક્ષામાં સમગ્ર ખેડા જિલ્લામાં એક માત્ર છ૧ ગ્રેડ મેળવનાર વિધાર્થી પટેલ જૈનીલ ઉમેશકુમારને મહાનુભાવોના હસ્તે ટ્રોફી, મેલ તથા પ્રમાણપત્ર એનાયત કરી ડીરેકટર પ્રવિણભાઇએ પોતાની આગવી પ્રખર શૈલીમાં બિરદાવ્યા હતા.
ચેરમેન જીગ્નેશભાઈ પટેલે જણાવ્યું કે કોઇપણ વિષયના ટ્યુશન વગર જાે શાળા અને શાળાના શિક્ષકોના સચોટ માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ મહેનત કરે તો સાયન્સની બોર્ડ પરીક્ષામાંના મુખ્ય વિષયોમાં પણ અપેક્ષિત પરિણામ મેળવી શકાય છે, અત્રે ખાસ હાજર રહેલા વડોદરા જિલ્લાના એસપી,ઉમેશકુમાર પટેલ એ વિવિધ ઉદાહરણ આપી વિદ્યાર્થીઓને આગળ વધવા માટે સુચન કર્યા હતા
કાર્યક્રમમાં આમંત્રિત કરાયેલા શાળાના તમામ તેજસ્વી વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે મેલ ટ્રોફી તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં.કાર્યક્રમના અંતમાં સંસ્થાના શિક્ષકશ્રી અંકુરભાઇએ ઉપસ્થિત સર્વેનો આભાર માની આભારદર્શનની વિધી પૂર્ણ કરી હતી. જયારે સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાની વિદ્યાર્થીની સલમા તથા દર્શનાબેન પરમારે કર્યુ હતુ