મધ્યપ્રદેશના નવાપુરા વિસ્તારના એક મકાનમાં ભીષણ આગ લાગી
દેવાસ શહેર, મધ્ય પ્રદેશના દેવાસ શહેરના નયાપુરા વિસ્તારમાં શનિવારે વહેલી સવારે એક મકાનમાં ભીષણ આગ લાગી હતી. જેમાં એક જ પરિવારના ૪ લોકોના મૃત્યુ નિપજ્યા હતા. આ દુર્ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
મૃતકોમાં પતિ, પત્ની અને બે બાળકોનો સમાવેશ થાય છે. મકાનના ગ્રાઉન્ડ ફ્લોર પર ડેરી ચાલતી હતી, જેમાં આગ ફાટી નીકળી હતી અને ધીમે ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.આગ ઘરના પહેલા માળે આવેલી દૂધની ડેરીમાં લાગી હતી, પરંતુ થોડી જ વારમાં આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરીને બીજા માળે પહોંચી હતી.
મૃતક પરિવાર ડેરીના બીજા માળે રહેતો હતો. પરિવારમાં પતિ, પત્ની અને તેમના બે બાળકો હતા. શુક્રવારે રાત્રે થયેલા અકસ્માતમાં જીવતા સળગી જવાથી ચારેયના મોત થયા હતા. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી.
તે જ સમયે, પોલીસે મૃતકોના મૃતદેહોને તેમની કસ્ટડીમાં લીધા છે અને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે.આ ઘટના સવારે ૪.૧૪ વાગ્યે બની હતી. ઘટનાની જાણ થતાં જ મહાનગરપાલિકાની ફાયર વિભાગની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આ આગમાં શ્વાસ રૂંધાવાથી ચાર લોકોના મોત થયા છે.SS1MS