નાસ્તા ગૃહમાં ગેસ સિલિન્ડર ફાટતાં ભીષણ આગ ભભૂકી
નાસ્તા ગૃહની પાછળ આવેલ જૂના ઘરમાં રાખેલ ૪ ફ્રીઝ,૩૦ ડબ્બા ખાદ્યતેલ.૪ કટ્ટા બેસન સહિતની સામગ્રી નાશ પામી
(તસ્વીરઃ કૌશિક પટેલ, મોડાસા) વિજયનગરમાં વહેલી સવારે પાંચ વાગે એક નાસ્તા ગૃહમાં ગેસ સિલિન્ડર ફાટતાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી અને નાસ્તા ગૃહની પાછળ આવેલ જૂના બિન વપરાશી ઘરમાં રાખેલ ૪ ફ્રીઝ,૩૦ ડબ્બા ખાદ્યતેલ. ૪ કટ્ટા બેસન સહિતની સામગ્રી નાશ પામી હતી. ઇડર અને ખેડબ્રહ્માથી બોલાવેલ ફાયરફાઇટરની ત્રણ ગાડીઓ દ્વારા પાણીની મારો ચલાવાયો હતો અને બે ક્લાક્ક બાદ આગ કાબૂમાં લેવાઇ હતી.
વિજયનગર ગામે બસસ્ટેન્ડથી ટેલિફોન એકસચેન્જ તરફ જતા રસ્તા ઊપર હરિઓમ નાસ્તા ગૃહની પાઠળના ભાગે આવેલ દેશી બે મકાનોમાં આજે વહેલી સવારે પાંચ વાગ્યાના અરસામાં રાધણગેસના બે સિલિન્ડર ફાટતાં એકાએક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી દરમિયાન બનાવની તાત્કાલિક જાણ કરવામાં આવતાં ઇડર નગરપાલીકાથી બે તથા ખેડણભા પાલીકાના એક મળી ત્રણ ફેર બ્રિગેડની ગાડીઓ સાથેની ટીમ દોડી આવી હતી.
આ ભીષણ આગના બનાવ અંગે પૂછતા ઘટના સ્થળે પહોચેલા વિજયનગરના મામલતદાર આર.કે. પરમારે જણાવ્યું કે આજે વહેલી સવારે પાંચેક વાગ્યાના અરસામાં તેઓ મોરનીંગ વોકમાં નીકળ્યા હતા ત્યારે આગનલીના લાલ લાલ મોટી જ્વાળાઓ અને ધુમાડાના ગોટા નીકળતા જોતા તેઓ સ્થળ ઉપર પહોચીને આગની તીવ્રતા જોઈ ફાયરબ્રિગેડની ટીમોને જાણ કરતા ફાયરબ્રીગેડની ટીમોએ આવીને દ્વારા આગ ઉપર કાબૂ મેળવાયો હતો
વિજયનગરમાં આવેલ ક્લાલ ભીખાભાઈ કચરાભાઈના હરીઓમ નાસ્તા ગૃહની પાછળ અડીને જ આવેલ જૂના બે મકાનમાં રસોઈ અને ફરસાણ બનાવવા માટે રાખેલ બે રાંધણગેસના સિલિન્ડર એકાએક ફાટતા ફાટી નીકલેલી ભીષણ આગની જ્વાળાઓ નળિયાવાળા આ ઘરોમાં જોતજોતામાં પ્રસરી જતાં આગની તીવ્રતાને લઇ ભડકો દૂર દૂર સુધી દેખાતા કુતુહલવશ લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા
દરમિયાન આવી પહોચેલ ફાયટબ્રિગ્રેડની ટીમો કામે લાગી જતા આગ આસપાસના મકાનોમાં પ્રસરે એ અગાઉ ઓલવી દેવાતા સૌએ રાહતના શ્વાસ લીધા હતા. આ મકાનોમાં કોઇ રહેતું ન હતું પણ એમાં હોટલમાં કામ કરતા ને રસોઈ ફરસાણ બનાવતા બે યુવાનો સમયસૂચકતા વાપરી બહાર આવી જતાં મોટી જાનહાની ટળી હતી.