વેજલપુર ગામે શંકાસ્પદ ૨૧૮ બોરી ચોખાનો જંગી જથ્થો ઝડપાતા અનાજ માફીયાઓમાં ફાફડાટ
(પ્રતિનિધિ)ગોધરા, કાલોલ તાલુકાના વેજલપુર ગામે પોલીસે કાર્યવાહી કરી શંકાસ્પદ ચોખાનો જથ્થો ભરેલા વાહન ને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરતા અનાજ માફિયા ઓમાં ભારે ફફડાટ ફેલાયો હતો પોલીસે ૨૧૮ જેટલી શંકાસ્પદ બોરીઓ ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી અને મામલતદાર ને રિપોર્ટ કરતા પુરવઠા વિભાગ દ્વારા આ મામલે તપાસ કરી સેમ્પલ લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી
કાલોલ તાલુકાના વેજલપુર ગામે પોલીસ વાહન ચેકીંગ માં હતી જે દરમ્યાન વેજલપુર પોલીસે શંકાસ્પદ ચોખા ભરેલી આઇસર ટ્રક ને ઝડપી પાડી હતી અને પોલીસને ચોખાનો જથ્થો શંકાસ્પદ જણાઈ આવતા આ મામલે પુરવઠા મામતદાર ને જાણ કરવામાં આવતા પુરવઠાની ટીમે ઝડપાયેલી ૨૧૮ જેટલી ચોખાની બોરીઓ માંથી સેમ્પલ લઈ વધુ તપાસ હાથ ધરી હતી જાણવા મળ્યા મુજબ ચોખાનો જથ્થો પ્રાથમિક તબક્કે સરકારી હોવાનું ચર્ચાતું હતું અને મામલતદારે સરકારી અનાજ ન હોવાનું પ્રાથમિક તારણ આપી ભીનું સંકેલવાના પ્રયાસ કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે અને માત્ર સેમ્પલ લઈ ખાના પૂર્તિ કરી હોવાનું કહેવાય છે ચોખાનો જથ્થો જે વાહન માંથી ઝડપાયો છે તે કથિત અનાજ માફિયાની છબી ધરાવતો હોવાનું કહેવાય છે વેજલપુર પોલીસે શંકાસ્પદ ચોખાનો જથ્થો ઝડપી પાડતા અનાજ માફિયામાં ભારે ફફડાટ ફેલાયો હતો