આતંકવાદીઓને ઘુસતા રોકવાના પ્રયાસમાં એક જવાન શહીદ
નવી દિલ્હી, સૈનિકોને કૃષ્ણાઘાટીના બટ્ટલ અગ્રિમ વિસ્તારમાં આતંકી જૂથની ગતિવિધિઓની જાણ થઈ. તેમને પાછળ હટવા પર મજબૂર કરી દીધા. જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લામાં મંગળવાર સવારે એલઓસી નજીક આતંકવાદીઓની ઘુસણખોરીની કોશિશને સેનાએ નિષ્ફળ કરી દીધી હતી.
જો કે, આ દરમ્યાન એક જવાન શહીદ થઈ ગયો હતો. ભારત માતાની રક્ષામાં તેણે પોતાના પ્રાણની આહુતિ આપી દીધી હતી. સેનાના એક અધિકારીએ આ જાણકારી આપી છે. વ્હાઈટ નાઈટ કોરે એક્સ પર એક પોસ્ટમાં કહ્યું કે, સતર્ક સૈનિકોએ સવારે ત્રણ વાગ્યે બટ્ટલ સેક્ટરમાં ઘુસણખોરી કરી રહેલા આતંકવાદીઓની ગોળીબારનો જડબાતોડ જવાબ આપીને ઘુસણખોરીની કોશિશને નિષ્ફળ કરી દીધી.
ભારે ગોળીબાર દરમ્યાન એક વીર જવાન ઘાયલ થઈ ગયો, અભિયાન ચાલું છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, સૈનિકોને કૃષ્ણાઘાટીના બટ્ટલ અગ્રિમ વિસ્તારમાં આતંકી જૂથની ગતિવિધિઓની જાણ થઈ.
તેમને પાછળ હટવા પર મજબૂર કરી દીધા. સૂત્રોએ જણાવ્યું કે, લાંસ નાયક સુભાષ કુમાર ભીષણ અથડામણમાં ઘાયલ થઈ ગયા અને બાદમાં તેમનું મૃત્યુ થઈ ગયું. તેમણે કહ્યું કે, આતંકવાદીઓને પણ નુકસાન થયું છે.પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, સૈનિકનો પાર્થિવ શરીર પોસ્ટમોર્ટમ બાદ સેનાને સોંપી દીધો છે. અધિકારીઓએ જણાવ્યું કે, વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરુ કરી દીધું છે.
હાલના મહિનામાં જમ્મુમાં આતંકી ગતિવિધિઓ વધારી છે. જેનાથી વિસ્તારમાં આતંકવાદને ફરીથી ઉઠવાની આશંકા વધી ગઈ છે.SS1MS