Western Times News

Gujarati News

વાપીમાં પત્રકાર પર થયો જીવલેણ ગંભીર હુમલો

પોલીસે પત્રકાર પર મારપીટ કરનાર ૨ આરોપીઓને કસ્ટડીમાં લઈને કાર્યવાહી શરૂ કરી

(પ્રતિનિધિ) વાપી વાપી પત્રકાર વેલ્ફેર એસોસિએશનના પ્રમુખ અને ઈન્ડિયા ટીવીના પત્રકાર જિતેન્દ્ર પાટીલ પર ગત ૨૨ ઓક્ટોબર ૨૦૨૨ના રોજ મોડી રાત્રે હુમલો કરવામાં આવ્યો હતો, પ્રાપ્ત માહિતી અનુસાર મોડી રાત્રે જિતેન્દ્ર પાટીલ મોહિત પાર્ક સોસાયટીમાં પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે ગેટ પાસે સોસાયટીમાં તેઓ પોતાની મોટરસાઇકલ પર પહુંચતાં ત્યાં ગેટની સામે એક કાર ઉભી હતી, જેને હટવા માટે જીતેન્દ્રભાઇએ હોર્ન વગાડ્યું હતું, પરંતુ હોર્ન વગાડતા સાહિલ મહેરબાન ઘાસવાલા અને કારની અંદર બેઠેલા તેમના મિત્ર શિવકુમાર બશવરાજ બિરાજગર કારમાંથી ઉતરી જિતેન્દ્રભાઈ પાટીલ ને અભદ્ર ગાળો આપી હતી અને આવી અભદ્ર ગાળો આપવાની ના પાડ્યા બાદ પણ તે લોકો અટક્યા ન હતા અને જીતેન્દ્ર પાટીલને માર મારવા લાગ્યા હતા, આ મારા મારીમાં જીતેન્દ્રભાઈને ઘણી ઈજાઓ થઈ હતી અને તેમના જમણા હાથે પણ ફ્રેક્ચર થયું હતું.

અને મોડા પર પણ મુળ માર મારવામાં આવી છે, આદતન આરોપી સાહિલ અને શિવકુમારે ખૂબ જ બેરહેમીથી હુમલો કર્યો હતો, આ હુમલાની ઘટના જાેતા ચોકીદાર અને આસપાસના લોકો ત્યાં પહોંચી ગયા હતા, ત્યારે પણ આ બંને આરોપી લોકોને ધમકાવવામાં લાગેલા હતા.જેમ તેમ જીતેન્દ્ર પાટિલે તેમના મિત્રોને ફોન કરી આ ઘટના ની જાણ કરી હતી જેથી તેઓએ ત્યાં પહુંચી ટાઉન પોલીસ સ્ટેશનમાં આ ઘટના અંગે ની જાણ કરી જીતેન્દ્ર પાટીલ ને વાપીની હરિયા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક તપાસ બાદ ડોક્ટરે તેમને આઈસીયુમાં દાખલ કર્યા હતા.

વાપી પત્રકાર વેલ્ફેર એસોસિએશનના તમામ સભ્યો અને અન્ય પત્રકારોને સવારે ઘટનાની જાણ થતાં જ તમામ લોકો જીતેન્દ્ર પાટીલની ખબર પૂછવા હરિયા હોસ્પિટલ પહોંચ્યા હતા, ત્યારબાદ બધા વાપી ટાઉન પોલીસ સ્ટેશન પહોંચી ટાઉન પીઆઈને મળીને રજૂઆત કરી આવા ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા આરોપીઓ ને સખત સજાની માંગ કરી આવેદન પત્ર આપ્યું હતું વાપી તાલુકાની તમામ સંસ્થાઓના પત્રકાર સભ્યો અને અન્ય પત્રકારો વાપી પોલીસ સ્ટેશનમાં હાજર રહ્યા હતા. જાે કે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી બંને સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.