Western Times News

Gujarati News

જજ કોર્ટ છોડી બહાર આવ્યા , રીક્ષા પાસે જઈ વૃદ્ધોને સાંભળ્યા

(એજન્સી)નિઝામાબાદ, તેંલગાણાના નિઝામાબાદમાં એક જજે આરોપી વૃદ્ધ દંપતીના સ્વાસ્થ્યને ધ્યાનામં રાખીને કોર્ટની બહાર નીકળી આ વૃદ્ધ દંપતીનું નિવેદન લીધું હતું. અને કેસની સુનાવણી કરી હતી.

જજની આ કામગીરીની ભારે વખાણ થઈ રહયા છે. સાથે જ જજ અને આ વૃદ્ધ પતી-પત્ની કોર્ટ બહારની સુનાવણીની તસવીર પણ વાયરલ થઈ રહી છે.

તેલંગાણાના નિઝામાબાદમાં બોદન કોર્ટમાં એક વૃદ્ધ દંપતી પોતાની સુનાવણી માટે પહોચ્યા હતા.બંને રાયગામથી ઓટો રીક્ષામાં આવ્યા હતા. જોકે બંને શારીરિક રીતે સાવ નબળા અને ઉમ્રની અસરને કારણે રીક્ષામાંથી નીચે ઉતરી શકે તેવી સ્થિતીમાં નહોતા. ખાસ કરીરને પતીની સ્થિતી વધુ કથળેલી હતી. તેઓ કોર્ટરૂમ સુધી ચાલી શકે તેવી પણ તેમની સ્થિતી નહોતી.

આ અંગેની જાણકારી કોર્ટના જજને કરવામાં આવી હતી. બાદમાં જજે જે કર્યું તેને લોકો માનવતાની મિશાલ તરીકે જોઈ રહયા છે.

જુનીયર ફર્સ્ટ કલાસ મેજીસ્ટ્રેટ એસમ્પ્લીવી સાઈ શીવા પોતાની ખુરુશી છોડીને કોર્ટરૂમની બહાર નીકળ્યા હતા. અને સીધા આ દંપતીને જે ઓટોપા બેઠું હતું. ત્યાં પહોચી ગયા.

Justice Walks to Their Doorstep: Bodhan #Judge Breaks Tradition to Uphold Humanity This is an extraordinary incident. Moved by the plight of an elderly couple, a judge from Bodhan in Nizamabad district personally visited them to understand their situation and conduct a hearing at their location.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.