Western Times News

Gujarati News

વિધાનસભામાં ધારાસભ્યોના ટેબલ પર હવે લેપટોપ અથવા ટેબલેટ મુકાશે

ગુજરાત વિધાનસભા આગામી સત્ર પહેલાં હાઈટેક- પેપરલેસ બનશે

(એજન્સી) ગાંધીનગર, ગુજરાત સરકારના પેપરલેસ ઈ-ગવર્નન્સ મોડલ બાદ હવે ગુજરાત વિધાનસભાને પેપરલેસ બનાવવાનું કામ શરૂ થઈ ગયું છે. ગુજરાત વિધાનસભાને સપ્ટેમ્બર સુધીમાં પેપરલેસ કરવાની કવાયત શરૂ કરવામાં આવી છે. આગામી વિધાનસભા સત્ર પહેલા ગુજરાત વિધાનસભા પેપરલેસ બનાવવાનો દાવો કરતા સત્તાધીશો દ્વારા કરવામા આવી છે.

વિધાનસભામાં તમામ ધારાસભ્યોના ટેબલ પર કાગળને બદલે હવે લેપટોપ અથવા ટેબલેટ મુકવામાં આવશે. વિધાનસભામાં તમામ ધારાસભ્યોના ટેબલ પર વાયરલેસ ઈન્સ્ટુમેન્ટ પણ લગાવવામાં આવશે. સાથે જ તમામ ધારાસભ્યોએ ગૃહમાં ઓનલાઈન કામગીરી કરવાની રહેશે.

વિધાનસભા સત્ર દરમિયાન નવા બિલ અને મેજ પર મુકવાના કાગળ ઓનલાઈન ટેબલેટ-લેપટોપ પર જ મળી રહેશે. પેપરલેસ મોડેલ થકી ગુજરાતના તમામ ધારાસભ્યોસરકારને જે કંઈ પ્રશ્ન પૂછવા માગતા હશે તો તેને એપ્લિકેશન મારફતે જ મકોલી દેવાના રહેશે અને કોઈ પત્રવ્યવહાર કરવાની માથાકૂટ રહેશે નહી.

આ સિવાય ધારાસભ્યો પ્રશ્રોપણ એપ્લિકેશન મારફતે જ ફાઈલકરી શકશે. આ માટે ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગને કામ સોંપવામાં આવ્યું છે. વિભાગ એક સોફટવેર અને એપ્લિકેશન ડેવલપ કરતી કંપનીને કોન્ટ્રાકટ આપશે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજેન્દ્ર ત્રિવેદીએ વિધાનસભાને પેપરલેસ કરવાની ઈચ્છા વ્યકત કરી હતી જયારે તેઓ વિધાનસભાના અધ્યક્ષ હતા. જાેકે હવે વર્તમાન અધ્યક્ષ શંકર ચૌધરીએ આ બીડુ ઝડપી લીધું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.