પ્રાંતીજ તાલુકા આરોગ્ય મેળામાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો
(તસ્વીરઃ મનુભાઈ નાયી, પ્રાંતિજ) પ્રાંતીજ શહેરના દશામાં મંદિરે આવેલ વાડી ખાતે તાલુકા આરોગ્ય મેળાનું આરોગ્ય વિભાગ જિલ્લા પંચાયત હિંમતનગર અને પ્રાંતીજ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા આરોગ્ય મેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ફિજીસીયન,ગાયનેક, જનરલ સર્જન, દાંત, આંખ, કાન, નાક,ગળાના રોગ, એન.સી.ડી,ટીબી,વગેરે રોગ સહિતની નિદાન-સારવાર તજજ્ઞ ડોકટરની હાજરીમાં કરવામાં આવી હતી,તો બ્લડ ડોનેશન કેમ્પ,આયુષમાન કાર્ડ,આભા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા.કે.એસ.ચારણ,પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ,જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન સેજલબેન પટેલ,ખેતીવાડી-સિંચાઇ-સહકાર સમિતિના ચેરમેન મહેન્દ્રસિંહ રાઠોડ,તાલુકા પંચાયત ઉપપ્રમુખ ઉપેન્દ્રસિંહ,તાલુકા પંચાયત કારોબારી ચેરમેન બાલુસિંહ મકવાણા,તાલુકા આરોગ્ય અધિકારી ડો પી.એલ.અસારી દ્વારા દીપ પ્રાગટય કરી કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો,
તો આ પ્રસંગે આરોગ્ય મેળામાં ઉપસ્થિત ટી.બી.ના દર્દીઓ,સી.એમ.ટી.સી. બાળકો તથા સગર્ભામાતાઓને પોષણ કીટ મહાનુભાવોના હસ્તે આપવામાં આવી હતી.તાલુકામેળામાં ઉપસ્થિત લાભાર્થીઓને કોઈ અગવડ ના પડે અને સારી સેવાઓ મળી રહે તે માટે તાલુકાના ડોક્ટર,આરોગ્ય સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી અને સુંદર માહિતી આપવામાં આવી હતી.
આ પ્રસંગે બાલિસણા પ્રા.આ.કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો.આર.કે.યાદવ નિવૃત થતા તેમને શ્રીફળ અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.આરોગ્ય મેળાને સફળ બનાવવા બદલ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.પી.એલ.અસારી દ્વારા સૌ કોઈનો આભાર માન્યો હતો.