રાજયમાં સરકારી જમીનો ઉપર મોટી સંખ્યામાં ગેરકાયદેસર દબાણ
(પ્રતિનિધિ)ગાંધીનગર, રાજ્યમાં સરકારી જમીનો ઉપર ધાર્મિક પ્રવૃત્તિઓ સહિતના ગેરકાયદેસર દબાણ અટકાવવા માટે ની ખાસ ઝુંબેશ શરૂ કરવા માટે તમામ મ્યુનિસિપલ કમિશનરો અને કલેકટરો ને મહેસુલ વિભાગે આદેશ કર્યા છે એટલું જ નહીં દબાણો દૂર કરવાની પ્રક્રિયામાં લેન્ડગ્રેબીંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની પણ સૂચના આપવામાં આવી છે
નોંધનીય છે કે ગુજરાતમાં સરકારી પડતર ગૌચર ખરાબ તેમજ જંગલની જમીન ઉપરાંત સૈન્યની જમીનો ઉપર ભૂ માફિયાઓએ અડીંગો જમાવી દીધો છે.
આ ઉપરાંત શહેરોની ફરતી અને ગ્રામીણ ક્ષેત્રોમાંથી પસાર થતા હાઇવે આસપાસ પણ ધાર્મિક પ્રવૃત્તિઓ ઉપરાંત સરકારી જમીન ઉપર હોટલો ઢાબા અને મોલના એકમો બિલાડીની ટોપની જેમ ફૂટી નીકળ્યા છે જેની સામે હવે ગુજરાત સરકારના મહેસુલ વિભાગે લાલ આંખ કરી છે.
ગુજરાતમાં સરકારી જમીન ઉપર ધાર્મિક પ્રવૃત્તિઓ બે રોકટોક ચાલી રહી છે ત્યારે આવા દબાણો તાત્કાલિક દૂર કરી સરકારી જમીન ખુલ્લી કરવા માટે તમામ જિલ્લા કલેકટરો ને ખાસ અભિયાન શરૂ કરવાના આદેશ મહેસુલ વિભાગ દ્વારા કરવામાં આવ્યા છે
મહેસુલ વિભાગના આદેશ મુજબ તમામ જિલ્લા કલેકટરો ઉપરાંત મહાનગરોના તમામ મ્યુનિસિપલ કમિશનરોની અધ્યક્ષતામાં આ કામગીરી કરવામાં આવે તેવી સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે તાજેતરમાં સરકારી જમીન ઉપરના દબાણો દૂર કરવા માટે જિલ્લા તેમજ મહાનગરના વડાના વડ પણ હેઠળ ટાસ્કફોર્સ ની રચના કરવામાં આવી હતી
તેમ છતાં સરકારી જમીનો ઉપર થયેલા દબાણો દૂર કરવાની અસરકારક કામગીરી નહીં થઈ હોવાનું મહેસુલ વિભાગના ધ્યાને આવતા ફરીથી આ આદેશ કરવાની ફરજ પડી છે અને વિભાગે સ્પષ્ટ સૂચના આપી છે કે સરકારી પડતર ,ગૌચર કે ખરાબાની જમીન ઉપર ધાર્મિક પ્રવૃત્તિઓ ચલાવવાના ઓથા હેઠળ અથવા
અન્ય કોઈપણ પ્રકારનું ગેરકાયદેસર દબાણ સામે આવે તો તે જગ્યા ખુલ્લી કરવા માટે લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની સ્પષ્ટ સૂચના મહેસુલ વિભાગે આપી છે તો બીજી તરફ સરકારી ખુલ્લી જમીનમાં દબાણ ન થાય અને તેની સંપૂર્ણ જાળવણી થઈ શકે તે માટેની જવાબદારી પણ દરેક મહેસુલ અધિકારીને સોંપવામા આવી છે
જેમાં સર્વે નંબર સહિત નામ જાેગની સંપૂર્ણ વિગતો મહેશ્વરી અધિકારીને સોંપવામાં આવશે જેની સંપૂર્ણ જવાબદારી તે અધિકારીની રહેશે જ્યારે આવા કિસ્સાઓમાં કોઈપણ મહેસુલી અધિકારી તેને સોંપેલી જવાબદારી સંભાળવામાં નિષ્ફળ જશે તો તેવા અધિકારી સામે પણ વિભાગ દ્વારા શિષ્ટ વિષયક કાર્યવાહી કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે
આ ઉપરાંત જમીનમાં દબાણ થાય નહીં તે માટે દર મહિને સર્વગ્રાહી રિપોર્ટ તૈયાર કરી રાજ્ય સરકારના મહેસુલ વિભાગને મોકલવાની સ્પષ્ટ સૂચના અપાઇ છે. સાથે સાથે ખુલ્લી કે સરકારી જમીનમાં રાતોરાત દબાણ થાય નહીં તે માટે સરકારી ખુલ્લી જમીનનું વિડીયો રેકોર્ડિંગ તેમજ એ જગ્યાનું તાર ફેન્સીંગ કરી સમયાંતરે એ જગ્યાનું રૂબરૂ ઇન્સ્પેક્શન કરવાની સ્પષ્ટ સુચના તમામ કલેકટરો અને મ્યુનિસિપલ કમિશનરોને આપવામાં આવી છે
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ગેરકાયદેસર દબાણોનો રાફડો ફાટે છે ત્યારે ભૂમિ આવો હવે સરકારી જમીનને પણ છોડતા નથી એટલું જ નહીં ધાર્મિક પ્રવૃત્તિના ઓથા હેઠળ રાજ્યમાં અનેક સરકારી જમીનો ઉપર ગેરકાયદેસર દબાણોનો રાફડો ફાટ્યો છે જેને દૂર કરવા હવે સરકાર કટિબંધ બની છે અને તમામ કલેકટરો અને મ્યુનિસિપલ કમિશનરોને આ કામગીરી ઝડપથી કરવાની સ્પષ્ટ સૂચના આપી છે