સંતરામપુર તાલુકાના કેણપુરમાં શહીદ જવાનની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા
સંતરામપુર તાલુકાના કેણપુર ગામના વતની અને ઈન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા પલાસ પ્રેમચંદ ભાઈ વેચાતભાઈ જેઓ દેશની સેવામાં સમર્પિત હતા.જેઓ ફરજ દરમ્યાન શહીદ થયેલા .
જેઆ શહીદ વીર જવાનનાં મૃતદેહ ને તેમના વતન ઘરે કેણપુર લવાયેલ ને આજરોજ આ વીરશહીદ ને સંતરામપુર નાં મામલતદાર ને તાલુકા વિકાસ અધિકારી ને પો.ઈ.ડીડોરે શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી ને આ વીર શહીદ જવાનની અંતિમ યાત્રા તેમના ધરે થી નીકળેલ ને પોલીસ દ્વારા આ વીરશહીદ ને અંતીમ સલામી આપી હતી.આ વીરશહીદ ના પુત્રોએ અગ્નિદાહ આપ્યો હતો.
આ અંતિમ યાત્રા માં શહીદ ના કુટુંબીજનો સગાંસંબંધીઓ ગ્રામજનો વિશાળ સંખ્યામાં જોડાયા હતા. (તસવીર ઈનદૂવદન વ પરીખ, સંતરામપુર)