ચીનમાં મોટી સંખ્યામાં સાપની ખેતી કરવામાં આવે છે
નવી દિલ્હી, આજ સુધી તમે ફળ, શાકભાજી અને ફૂલો અને અનાજની ખેતી વિશે સાંભળ્યું જ હશે. પરંતુ, શું તમને ખબર છે કે એક દેશ એવો પણ છે જે સાંપની ખેતી કરી છે. જી હાં, તમે સાચું જ વાચ્યુ છે. ચાલો જાણીએ કે કયો એવો દેશ છે જ્યાં સાપની ખેતી કરવામાં આવે છે. હકીકતમાં, ચીનમાં સાપની ખેતી કરવામાં આવે છે. રિપોર્ટ અનુસાર, આ ગામનું નામ જીસિકિયાઓ છે.
અહીંના લોકો સાપની ખેતી પર ર્નિભર છે. આ ગામની દરેક બીજી વ્યક્તિ આ કામમાં સામેલ છે. આ ગામમાં લાખો ઝેરી સાપ જાેવા મળે છે અને પાળવામાં આવે છે. અહીં લોકો કિંગ કોબ્રાથી લઈને અજગર સુધીના સાપને પાળે છે. જણાવી દઈએ કે આ ગામના લોકો આવા ખતરનાક સાપને તેમના માંસ અને શરીરના અન્ય અંગો માટે પાળે છે. ચીનમાં સાપનું માંસ ખૂબ જ શોખથી ખવાય છે. આ ઉપરાંત સાપના અંગોનો ઉપયોગ દવા બનાવવામાં પણ થાય છે. જ્યારે બેગ, પગરખાં અને બેલ્ટ વગેરે બનાવવા માટે ઘણી પ્રજાતિના સાપનો ઉપયોગ કરવામાં આવે છે.
જાે અહેવાલોનું માનીએ તો આ ગામમાં લાકડા અને કાચની નાની પેટીઓમાં સાપને પાળવામાં આવે છે. જ્યારે સાપના બાળકો મોટા થાય છે, ત્યારે તેમને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ કરવામાં આવે છે.
બાદમાં, જ્યારે સાપ મોટા થાય છે, ત્યારે તેને મારવા માટે ફાર્મ હાઉસની બહાર લઈ જવામાં આવે છે. સૌ પ્રથમ તેમનું ઝેર બહાર કાઢવામાં આવે છે. તે પછી તેનું માથું કાપી નાખવામાં આવે છે. પછી તેમના માંસને બહાર કાઢીને અલગ રાખવામાં આવે છે. સાપની ચામડીને સૂકવવા માટે અલગથી રાખવામાં આવે છે અને માંસમાંથી દવા બનાવવામાં આવે છે. બજારમાં ચામડાની વસ્તુઓ ખૂબ મોંઘી વેચાય છે. તેથી આ લોકો સારી કમાણી પણ કરે છે.SS1MS