૩૧ ડિસેમ્બર પહેલા મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
રાજકોટ, રાજકોટમાં પણ ફરી એક વાર દારુનો જથ્થો ઝડપાયો છે. ૩૧ ડિસેમ્બર પહેલા મોટા પ્રમાણમાં વિદેશી દારુનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
તો બામણબોર ચેકપોસ્ટ પાસેથી વિદેશી દારુનો જથ્થો ઝડપાયો છે. તો રાજસ્થાનથી ગુજરાત સુધી ટેન્કરમાં દારુ લાવવામાં આવતો હતો.
રાજ્યમાં અવારનવાર નશાકાર પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા વારંવાર નશાકારક પદાર્થ ઝડપાતા હોય છે. ત્યારે રાજકોટમાં પણ ફરી એક વાર દારુનો જથ્થો ઝડપાયો છે. ૩૧ ડિસેમ્બર પહેલા મોટા પ્રમાણમાં વિદેશી દારુનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
તો બામણબોર ચેકપોસ્ટ પાસેથી વિદેશી દારુનો જથ્થો ઝડપાયો છે. તો રાજસ્થાનથી ગુજરાત સુધી ટેન્કરમાં દારુ લાવવામાં આવતો હતો. તો ૫૦ લાખ રુપિયાના દારુના જથ્થા સાથે એકની ધરપકડ કરવામાં આવી છે.
તો બીજી તરફ મહીસાગરના ડુંગરપુરથી દાહોદ જતી બસમાં સ્કૂલ બેગ માંથી વિદેશી દારુ ઝડપાયો હતો. તો પોલીસે સંતરામપુરના હરસિદ્ધિ મંદિર ખાતે બસ રોકાવી ચેકિંગ કરતા વિદેશી દારુની ૧૫૫ બોટલ મળી આવી હતી.
તો ૧ કિશોર સહિત ૯ આરોપીની બેગમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારુની બોટલો ઝડપી પાડી છે.