Western Times News

Gujarati News

નિક જોનાસ પર લેસર લાઈટનું ટાર્ગેટ આવતાં કોન્સર્ટ અટકાવી

મુંબઈ, અમેરિકન સિંગર અને પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસ અને તેમના બે ભાઈએ વર્લ્ડ ટૂરનું આયોજન કર્યું છે. ચેક રિપબ્લિકના પાટનગર પ્રાગ ખાતે લાઈવ કોન્સર્ટ દરમિયાન નિક અને તેમના ભાઈઓ કેવિન તથા જો સ્ટેજ પર પરફોર્મ કરી રહ્યા હતા.

દરમિયાન નિક પર અચાનક લેસર લાઈટ તકાઈ હતી. લેસર લાઈટનુ નિશાન પોતે હોવાની જાણ થતાં જ નિકે કોન્સર્ટ અટકાવી હતી.જોનાસ બ્રધર્સે ‘ધ ટૂર’નું આયોજન કર્યું છે, જેમાં નોર્થ અમેરિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડમાં તેમની કોન્સર્ટ યોજાઈ રહી છે.

આ કોન્સર્ટમાં જોનાસ બ્રધર્સ ૨૦૦૬થી અત્યાર સુધીના તેમના પોપ્યુલર ટ્રેક્સ રજૂ કરી રહ્યા છે. આવી જ એક કોન્સર્ટ ચેક રિપબ્લિકના પાટનગર પ્રાગ ખાતે યોજાઈ હતી. નિક અને તેમના ભાઈઓ કેવિન-જો સ્ટેજ પર પરફોર્મ કરી રહ્યા હતા ત્યારે નિકને લેસર લાઈટનું નિશાન બનાવવામાં આવ્યા હતા. નિકે શો અધવચ્ચે પડતો રાખ્યો હતો અને સિક્યુરિટી સ્ટાફને એલર્ટ કર્યાે હતો.

નિકના બે ભાઈઓ સ્ટેજ પર ઊભા રહ્યા હતા અને ઓડિયન્સને એન્ગેજ રાખ્યુ હતું. સિક્યુરિટી સ્ટાફે નિક પર નિશાન સાધનારા ઈસમને ગણતરીની મિનિટોમાં ઓળખી કાઢ્યો હતો. નિકે વર્લ્ડ ટૂર શરૂ કરી તે પહેલાં સોશિયલ મીડિયા પર બે મહિનાનો બ્રેક લીધો હતો.

સોમવારે જ સોશિયલ નિક એક્ટિવ થયા હતા અને પોતાના ફોટોગ્રાફ્સ શેર કર્યા હતા. વર્લ્ડ ટૂર દરમિયાન લાખો ફોલોઅર્સ સાથે કનેક્ટ થવા નિક અને તેમની ટીમ પ્રયાસ કરી રહી છે ત્યારે લેસર લાઈટની અણધારી ઘટનાએ વર્લ્ડ ટૂરને ચર્ચામાં લાવી દીધી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.