Western Times News

Gujarati News

રાજકોટ વાંકાનેર હાઈવે પર અકસ્માતમાં દીપડાનું થયું મોત

અમદાવાદ, રાજકોટ-વાંકાનેર હાઈવે પર અકસ્માતમાં દીપડાનું મોત થયું. બામણબોર પાસે ટ્રકચાલક દ્વારા દીપડાને ઉડાડવામાં આવતા મૃત્યુ થયું. વાંકાનેર,ચોટીલા અને જસદણ વિસ્તારમાં દીપડા જાેવા મળે છે. રાત્રિના બનાવ બનતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

પાટનગર ગાંધીનગરમાં ફરી દીપડો દેખાયો હોવાના આશંકા છે. સચિવાલય પાછળના ભાગે સાબરમતી નદી તરફ ગયો હોવાની વાત છે. થોડા દિવસ પહેલ મોડી સાંજે પોલીસ કર્મચારીએ દીપડો જાેયા બાદ તંત્રને જાણ કરી હતી. જાે કે હજુ સુધી સત્તાવાર કોઈ માહિતી સામે આવી નથી, ગાંધીનગરમાં દીપડો દેખાતા વનતંત્ર દોડતું થયું છ. સર્કિટ હાઉસ અને રાજ ભવનની વચ્ચે દીપડો દેખાયો હતો.

ગાંધીનગરના નવા સચિવાલય ભવનમાં નવેમ્બર ૨૦૧૮માં વહેલી સવારે દીપડો ધૂસ્યા બાદ સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. વનવિભાગની સાથે સ્થાનિક પોલીસ તંત્ર પણ દીપડાની શોધખોળમાં જાેડાયું છે. સચિવાલયના તમામ ગેટ બંધ કરી દેવામાં આવ્યા હતા.

કોઈને પણ સચિવાલયમા્‌ જવા દેવામાં આવ્યા નહોતા. દીપડાને પગલે સચિવાલયમાં રજાનો માહોલ સર્જાયો હતો. રાતે બે વાગ્યાના અરસામાં સચિવાલયના ગેટ નંબર સાતથી દીપડો ઘુસ્યો હતો. ગેટ નંબર સાતના ઝાંપાની નીચે રહેલી જગ્યાએથી દીપડાએ સચિવાલય સંકુલમાં દબાતા પગલે પ્રવેશ કર્યો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.