પોતાની માલિકીની જગ્યામાં ઢોર રાખવા માટે લાયસન્સ જરૂરી
રાજકોટ, પશુ નિયંત્રણ કાયદાના અમલીકરણ માટે રાજકોટ કોર્પોરેશનનું તંત્ર એક્શનમાં આવ્યું છે. મનપાએ ઢોર પકડવા માટે અલગ અલગ વિસ્તારોમાં વહેલી સવારથી જ ટીમો ઉતારી આકરી કાર્યવાહી શરૂ કરી છે. સવારથી જ ગાયત્રી નગર, સહકાર મેઈન રોડ, લીલુડી વોકડી સહિતના વિસ્તારમાં કામગીરી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, ૧ જાન્યુઆરીથી પોતાની માલિકીની જગ્યામાં ઢોર રાખવા માટે લાયસન્સ જરૂરી છે. ત્યારે જે ઢોરનું લાયસન્સ નહીં હોય તેની સામે કાર્યવાહી કરાઈ રહી છે. આ નિયમ મુજબ લાયસન્સ વગરના ઢોર જપ્ત કરી તેને આજીવન છોડવામાં નહીં આવે.
ત્યારે લાયસન્સ વગરના ઘરમાં બાંધેલા પશુઓ પણ પકડવામાં આવ્યા હતા SS3SS