સ્પેક બી.ઍડ.માં એઇડ્સ સભાનતા અંગે ‘ સાહિત્ય પ્રદર્શન’ યોજાયું

અમદાવાદ, તિરૂપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ ઍજ્યુકેશન કેમ્પસ (સ્પેક) સ્થિત સરદાર પટેલ કૉલેજ ઑફ ઍજ્યુકેશન, બાકરોલના એન,એસ.એસ સેલના નેજા હેઠળ એઇડ્સ સભાનતા સાહિત્ય પ્રદર્શન કેમ્પસનાં એન.એસ.એસ સેલના સંયોજક પ્રા.ગીતાબેન શ્રીમાળી અને ડો.તેજસ અમીનનાં માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનનો મુખ્ય હેતુ એચ.આઈ.વી અથવા એઇડ્સ અંગે સભાન થાય તે હતો.
આ સાહિત્ય પ્રદર્શન કોલેજના આચાર્યશ્રી ડૉ.પ્રભાત કાસરાના હસ્તે ખુલ્લું મુકવામાં આવ્યું હતું જેમાં અધ્યાપકગણ ઉત્સાહથી જાેડાઈને ‘એચ.આઈ.વી. એઇડ્સ’ અંગેના સાહિત્યને નિહાળી તેના વિશે માહિતી પ્રાપ્ત કરી હતીં . આ કાર્યક્રમનાં સફળ આયોજન બદલ સંસ્થાના ચેરમેનશ્રી ગિરીશ પટેલ, સેક્રેટરીશ્રી શીતલ પટેલ તેમજ તમામ ટ્રસ્ટીશ્રીઓ જૈમિન પટેલ, ધર્મેશ પટેલ, વિકાસ પટેલ, બ્રિજેશ પટેલ અને ભાવિન પટેલ તથા આચાર્યશ્રી ડૉ. પ્રભાત કાસરા દ્વારા તમામ સ્ટાફગણને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.