પ્રિયંકા ચોપરાના બર્થ ડે પર લાઈવ બેન્ડે કર્યું પર્ફોર્મ

મુંબઈ, બોલિવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાનો ૧૮ જુલાઈએ ૪૦મો બર્થ ડે હતો. પ્રિયંકા ચોપરાએ પોતાનો બર્થ ડે પરિવાર અને મિત્રો સાથે ઉજવ્યો હતો. પ્રિયંકાની બર્થ ડે પાર્ટીનો એક વિડીયો સામે આવ્યો છે. જેમાં તેની સાથે પતિ અને સિગર નિક જાેનસ, મમ્મી મધુ ચોપરા, સાસુ-સસરા ડેનિસ અને કેવિન જાેનસ જાેવા મળે છે. તેઓ સૌ મ્યૂઝિક બેન્ડના સંગીતને માણતાં દેખાઈ રહ્યા છે.
આ વિડીયોમાં પ્રિયંકાની ફ્રેન્ડ નતાશા પૂનાવાલા અને તમન્ના દત્ત પણ જાેવા મળે છે. વિડીયોમાં જાેઈ શકો છો કે સૌ બહાર સ્વીમિંગ પુલ પાસે ખુરશીઓ અને સોફામાં બેઠા છે અને Mariachi બેન્ડ તેમના માટે પર્ફોર્મ કરી રહ્યું છે. ઓરેન્જ રંગના ડ્રેસમાં બેઠેલી બર્થ ડે ગર્લ પતિ નિકનો વિડીયો રેકોર્ડ કરી રહી છે.
નિક અને મધુ ચોપરા સંગીતના તાલે ઝૂમી રહ્યા છે. પરિવારના અન્ય સભ્યો અને મિત્રો પણ સંગીતનો આનંદ લેતાં દેખાઈ રહ્યા છે. પ્રિયંકાના બર્થ ડે માટે સિલ્વર અને પિંક રંગના બલૂનથી ડેકોરેશન કરવામાં આવ્યું હતું. નિયોન લાઈટથી તૈયાર કરેલી ‘હેપી બર્થ ડે’ સાઈન પણ જાેવા મળી રહી છે.
ટેબલ પર ભોજન પીરસેલું દેખાય છે અને બાજુમાં ફૂલદાનીમાં સુંદર ફૂલ નજરે ચડે છે. પ્રિયંકા ચોપરા માટે આ બર્થ ડે વિશેષ હતો કારણકે દીકરીના જન્મ પછીનો તેનો પહેલો બર્થ ડે છે. પ્રિયંકાની બહેનપણી તમન્નાએ ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે. જેમાંથી એક ફોટોમાં પ્રિયંકા દીકરી માલતી મેરી સાથે જાેવા મળી રહી છે. પ્રિયંકાએ કેસરી રંગનો ડ્રેસ પહેર્યો છે જ્યારે તમન્નાએ વ્હાઈટ રંગનો.
પ્રિયંકાએ દીકરીને તેડી છે. જાેકે, પ્રિયંકાએ દીકરીનો ચહેરો દેખાડ્યો ના હોવાથી તમન્નાએ પણ હાર્ટ ઈમોજીથી તેને ઢાંકી દીધો હતો. અગાઉ પ્રિયંકાના બર્થ ડે પર પિત નિક જાેનસે કેટલીક સુંદર તસવીરો શેર કરતાં બર્થ ડે સેલિબ્રેશનની ઝલક દેખાડી હતી.
એક ફોટોમાં બીચ પર તેઓ કિસ કરતાં દેખાય છે. તો અન્ય એક ફોટોમાં પ્રિયંકાના હાથમાં પ્લેકાર્ડ છે જેના પર ‘હેપી બર્થ ડે ૮૦જ બેબી’ લખેલું વંચાય છે. ત્રીજી તસવીરમાં પ્રિયંકાનું બર્થ ડે યર લખેલી કસ્ટમાઈઝ્ડ ટી-શર્ટ છે. આ તસવીરો શેર કરતાં નિકે લખ્યું, “હેપી બર્થ ડે ટુ માય હાર્ટ. જુલાઈનું રત્ન. જિંદગીની આ સફરમાં તારી સાથે હોવાનો મને આનંદ છે. આઈ લવ યુ.”SS1MS