Western Times News

Gujarati News

નડિયાદ ખાતે લોન ધિરાણ માર્ગદર્શન કેમ્પનું આયોજન કરાયું

(પ્રતિનિધિ) નડિયાદ, ખેડા જિલ્લા પોલીસ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોન ધિરાણ માર્ગદર્શન કેમ્પ ‘આત્મ ર્નિભરતા તરફ એક પહેલ’ કાર્યક્રમ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને કલ્પેશભાઈ પરમારના અધ્યક્ષ સ્થાને ઈપ્કોવાલા હોલ નડિયાદ ખાતે યોજાયો હતો.આ કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોને સરકારી સહાય, સરકારી યોજનાઓ અને સરકારની પરિણામલક્ષી યોજનાઓ વિષે માહિતગાર કરવાનો હતો.આ કાર્યક્રમ અંતર્ગત નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ જણાવ્યું કે ગુજરાત સરકારે હર હંમેશ ગુજરાતના ખૂણે ખૂણે વસતા લોકોની ચિંતા કરી છે.

પહેલાના સમયમાં લોકોને ધિરાણ માટે અન્ય લોકો પાર ઊંચા વ્યાજના દરે નાણાં મેળવવા પડતા હતા. આજે સરકારે અનેકવિદ યોજનાઓ થકી સામાન્ય વ્યાજદરે લોકોને પૈસા મળે છે. વધુમાં ધારાસભ્ય એ જણાવ્યું કે સરકાર લોકદરબાર અને અન્ય કાર્યક્રમો થકી ઊંચા વ્યાજ લેતા લોકો સામે કડક કાર્યવાહી કરી રહી છે, જેથી સામાન્ય લોકોને મુશ્કેલીઓ ઓછી ભોગવવી પડે. વધુમાં ધારાસભ્યશ્રીએ જણાવ્યું કે લોન ધિરાણ માર્ગદર્શન કેમ્પ ‘આત્મ ર્નિભરતા તરફ એક પહેલ’ દ્વારા લોકો સરકારી યોજના થકી ઓછા વ્યાજદરે નાણા પ્રાપ્ત કરી પોતાના સપના સાકાર કરી શકશે.

આ યોજનાઓનો લાભ ખેડા જિલ્લાના તમામ લોકોને મળે તેવી ધારાસભ્યશ્રીએ લોકોને અપીલ કરી હતી કાર્યક્રમ અંતર્ગત માતરના ધારાસભ્ય શ્રી કલ્પેશભાઈ પરમારે લોકો સમક્ષ પશુપાલન કરવાના ફાયદા જણાવ્યા હતા. સરકારી સહાય અંતર્ગત આ વ્યવસાયમાં કઈ રીતે લાભ થાય તે માટે ખેડા જિલ્લાના લોકોને માર્ગદર્શન આપ્યું હતું .અમુલ ડેરીના ડાયરેક્ટર વિપુલભાઈ પટેલે જણાવ્યું કે અમૂલ આજે ઉતરોતર પ્રગતિ કરી રહ્યું છે. તેના પાયામાં પશુપાલકોનું યોગદાન છે. સરકાર દ્વારા પશુપાલનને અને ધિરાણને લગતી કેટલીક યોજનાઓનો ખ્યાલ વિપુલભાઈ પટેલે લોકોને આપ્યો હતો.

સાથોસાથ લોકો કઈ રીતે સરકારી ધિરાણ થકી વ્યવસાય અને પશુપાલનમાં કઈ રીતે લાભ કરી શકે તેનું માર્ગદર્શન આપ્યું હતું કાર્યક્રમમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અધિકારી મધુબેન પરમાર , ડી આઈ.સીના અધિકારી હિરેનભાઈ પટેલ, બેન્ક ઓફ બરોડાના લીડ બેન્ક મેનેજર, તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા લોકોને લોન ધિરાણ કેમ્પ અંતર્ગત માર્ગદર્શન આપ્યું હતું.આ કાર્યક્રમમાં કલેક્ટર કે.એલ બચાણી, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેકટર પી.આર.રાણા, પોલીસ અધિક્ષક રાજેશભાઈ ગઢીયા તેમજ પોલીસ વિભાગના અધિકારી કર્મચારીશ્રી અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.