Western Times News

Gujarati News

DGP પિયુષ પટેલની અધ્યક્ષતામાં વાપી ખાતે લોક દરબારનું આયોજન થયું

(પ્રતિનિધિ) વાપી, વલસાડ જીલ્લા પોલીસ દ્વારા તારીખ ૨૦/૧/૨૦૨૩ ના રોજ સુરત રેંજના એડિશનલ ડીજીપી શ્રી પિયુષ પટેલ સાહેબની અધ્યક્ષતામાં વી.આઈ.એ. હોલ, વાપી ખાતે વ્યાજખોરીને ડામવા સારૂ લોક દરબારનું આયોજન કરવામાં આવેલ હતું. આ લોક દરબારમાં વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજદિપસિંહ ઝાલાસાહેબ તથા વિવિધ ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં વાપી નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી કાશ્મીરાબેન શાહ તથા વાપી નોટિફાઇડના ચેરમેન શ્રી સતિષભાઇ પટેલ તથા લીડિંગ બેંક મેનેજર શ્રી બી.સી. પટેલ તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહેલા હતા. આ લોક દરબારમાં વ્યાજખરી વિરુદ્ધ અવાજ ઉઠાવવા તેમજ વ્યાજખોરિ ડામવાની પોલીસની કામગીરીમાં સહાયરૂપ બનવા સારું વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજદીપસિંહ ઝાલા દ્વારા નાગરીકોને અપીલ કરવામાં આવેલ હતી તેમજ વ્યાજખોરો વિરુદ્ધમાં કડક હાથે કામ લઈ આ પ્રવૃત્તિને નેસ્ત નાબૂદ કરવાની ખાતરી પણ આપેલ હતી.

લોક દરબારમાં સુરત રેન્જ વડા શ્રી પિયુષ પટેલ સાહેબ દ્વારા વ્યાજખોર સમાજમાં કેવી રીતે દૂષણ પેદા કરે છે તેમજ કેવી રીતે વ્યાજખોરો દ્વારા ગરીબ લોકોનું શોષણ કરવામાં આવે છે તે બાબતે માહિતી આપવામાં આવેલ હતી. આ ઉપરાંત વ્યાજખોરી બાબતે લોકો તરફથી આવેલ રજૂઆતોના સંતોષકારક જવાબ પોલીસ અધિક્ષકશ્રી વલસાડ દ્વારા આપવામાં આવેલ હતા.

લીડિંગ બેંક મેનેજર શ્રી બી.સી. પટેલ દ્વારા લોકોને કેવી રીતે બેંક મારફતે સરળતાથી લોન મેળવી શકાય તેની ઉપયોગી માહિતી આપવામાં આવેલ હતી. ઉપરાંત આ કાર્યક્રમમાં વિવિધ બેન્કો દ્વારા પોતાના સ્ટોલ લગાવી લોકોને લોન મેળવવા બાબતે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ હતું. તેમજ પોલીસ દ્વારા સ્થળ ઉપર વ્યાજખોરી બાબતે કોઈને ફરિયાદ આપવી હોય તો તે માટેના હેલ્પ ડેસ્કની વ્યવસ્થા કરવામાં આવેલ હતી આ લોક દરબારમાં વિવિધ ક્ષેત્ર જેવાકે વાપી ઈન્ડસ્ટ્રીયલ એસોસિયેશન, ટ્રાન્સપોર્ટ એસોસિયેશન, હોટેલ એસોસિયેશન, વાપી મેઇન બજાર એસોસિયેશન, રાજકિય પક્ષોના અગ્રણીઓ, ધાર્મિક સંગઠનો, શાળા કોલેજાેના સંચાલકો, એન.જી.ઓ. ના સભ્યો તથા જીલ્લાના અગ્રગણ્ય પ્રિન્ટ તેમજ ઇલેકટ્રોનિક મીડિયાના મિત્રો વિગેરે મળી ૭૦૦ થી વધુ નાગરિકો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવેલ હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.