દુલ્હને ૧૦ રૂપિયાની નોટ પર લખ્યો Love Letter
નવી દિલ્હી, હાલમાં પ્રેમનો મહિનો ચાલી રહ્યો છે. લોકો વેલેન્ટાઈન વીકમાં પોતાના લવરને ગિફ્ટ મોકલી રહ્યા છે. આ દરમિયાન એક દુલ્હને પોતાના પ્રેમીને ૧૦ રૂપિયાની નોટમાં મેસેજ લખીને અજીબોગરીબ ડિમાન્ડ મુકી છે. હકીકતમાં જાેઈએ તો, દુલ્હન પોતાના લગ્નથી ખુશ નથી.
a-love-letter-was-written-on-a-10-rupee-note-to-the-bride
એટલા માટે તે પોતાના પ્રેમીને મેસેજ લખીને તેને લગ્નના મંડપમાંથી ભગાડવાની વાત કરી રહી છે. ઈન્ટરનેટ પર આ ૧૦ રૂપિયની નોટની તસ્વીર વાયરલ થઈ રહી છે. દુલ્હને ૧૦ રૂપિયાની નોટ પર પોતાના બોયફ્રેન્ડ વિશાલના નામ પર લેટર લખ્યો છે. આ નોટ સામે આવ્યા હતા વિશાલ અને કુસુમ નામના ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડની ચર્ચા થવા લાગી છે.
લેટરમાં લખ્યા અનુસાર, કુસુમ નામની છોકરીના લગ્ન ૨૬ એપ્રિલે છે. આ અગાઉ તે પોતાના પ્રેમી વિશાલ માટે ૧૦ રૂપિયાની નોટ પર લેટર લખે છે.
આ લેટરમાં કુસુમે લખ્યું છે કે, વિશાલ મારા લગ્ન ૨૬ એપ્રિલે છે. મને ભગાડીને લઈ જા. આઈ લવ યૂ. તારી કુસુમ. એવું લાગી રહ્યુ છે કે, આ નોટ અન્ય કોઈના હાથમાં આવી ગઈ અને આ નોટમાં લખેલો મેસેજના ફોટો પાડી ઈન્ટરનેટ પર શેર કરી દીધો.
આ તસ્વીરને ટિ્વટર પર એક યુઝરે શેર કરી છે. તેની સાથે યુઝરે કેપ્શનમાં લખ્યું છે કે, ટિ્વટર પોતાની તાકાત દેખાડે. ૨૬ એપ્રિલ પહેલા કુસુમનો આ મેસેજ વિશાલ સુધી પહોંચાડવાનો છે. બે પ્રેમ કરનારાને ભેગા કરાવાના છે. મહેરબાની કરીને તેને આગળ શેર કરો. અને તમામ વિશાલને ટેગ કરો. જેને આપ જાણતા હો.SS1MS