બિગ બોસ ૧૮ના ઘરમાં શરુ થઈ રહી છે લવસ્ટોરી
મુંબઈ, સલમાન ખાનના ધમાકેદાર શો બિગ બોસ ૧૮માં ધીમે ધીમે લવ સ્ટોરીની શરુઆત થઈ રહી છે. આ પહેલા પણ બિગ બોસના ઘરમાંથી કેટલીક એવી જોડી બની ચૂકી છે.
જેમણે બહારની દુનિયામાં આવી લગ્ન કરી લીધા છે.સલમાન ખાનનો ધમાકેદાર શો બિગ બોસ ૧૮ ચાહકોને પસંદ આવી રહ્યો છે. બિગ બોસ ૧૮માં કેટલાક સ્પર્ધકો ચાહકોને ખુબ પસંદ આવી રહ્યા છે, તો કેટલાક એવા પણ સ્પર્ધક છે.
જેનાથી ચાહકો ગુસ્સે થઈ રહ્યા છે. આજે આપણે બિગ બોસ ૧૮માં બની રહેલી નવી જોડી વિશે વાત કરીએ.અત્યારસુધી ઘરના સભ્યો ચાહત પાંડે અને કરણ વીરનું નામ લઈ રહ્યા હતા. પરંતુ હવે ઘરમાં વધુ એક જોડી બનતી જોવા મળી રહી છે.
આ જોડી ઈશા અને અવિનાશ મિશ્રાની છે. અત્યાર સુધી એક ફ્રેન્ડ તરીકે બંન્ને ની મિત્રતા જોવા મળી રહી છે.જેમ જેમ બિગ બોસ ૧૮માં સમય પસાર થઈ રહ્યો છે. અવિનાશ અને ઈશા નજીક આવી રહ્યા છે. બિગ બોસ ૧૮ની લાઈવ ફીડમાં કરણ વીર મહેરા, અરફીન ખાન, સારા અને શિલ્પા શિરોડકર સાથે વાત કરતા જોવા મળી રહ્યા છે કે, મને લાગે છે આને પ્રેમ થઈ ગયો છે.
બિગ બોસ ૧૮માં ઈશા સિંહ અને અવિનાશ મિશ્રાનું બોન્ડિગ ખુબ સુંદર જોવા મળી રહ્યું છે. હંમેશા ઈશા સિંહ અવિશાન મિશ્રાનો ખ્યાલ રાખતી જોવા મળી રહી છે. ઈશા સિંહને લઈ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, તે શાલીન ભનોટને ડેટ કરી રહી છે.
પરંતુ આના પર કોઈ સત્તાવાર કાંઈ કહી શકાય નહિ.બિગા બોસ ૧૮માં ટીવી અભિનેત્રી ઈશા સિંહ, એલિસ કૌશિક અને અવિનાશ મિશ્રાની ફ્રેન્ડશીપના વખાણ પણ થઈ રહ્યા છે. ચાહકોને પણ આ ત્રિપુટી ખુબ પસંદ આવી રહી છે.SS1MS