Limdi-Ahemdabad Highway પર લક્ઝરી બસ પલટી ગઈ
સુરેન્દ્રનગર, ફરી એક વખત લીંબડી-અમદાવાદ હાઇવે પર અકસ્માતની ઘટના સામે આવી છે. હાઇવે પર એક ખાનગી લક્ઝરી બસ પલટી ખાઇ જતાં અકસ્માત સર્જાયો હતો. કટારીયાના પાટીયા પાસે અકસ્માત સર્જાયો હતો.
વાપીથી ઉપલેટા જતી ખાનગી લક્ઝરી બસને અકસ્માત નડ્યો હતો. ઘટનાને પગલે હાઇવે પર અફરાતફરીના દ્રશ્યો સર્જાયા હતા. જે લક્ઝરી બસને અકસ્માત નડ્યો તે બસમાં ૨૦થી વધુ પેસેન્જર સવાર હતા. વાપીથી ઉપલેટા જઇ રહેલી એક ખાનગી લક્ઝરી બસને લીંબડી-અમદાવાદ હાઇવે પર અકસ્માત નડ્યો હતો. અચાનક જ બસ પલટી મારી ગઇ હતી. આ બસમાં ૨૦થી વધુ પેસેન્જર સવાર હતા.
આ તમામ પેસેન્જરોને ઇજા પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે. અકસ્માતને પગલે હાઇવે પર વાહનોની મોટી લાઇનો લાગી ગઇ હતી અને આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. સાથે જ પોલીસ તથા ૧૦૮ની ટીમને અકસ્માત અંગે જાણ કરવામાં આવી હતી.
ઘટનાને પગલે ૩ જેટલી ૧૦૮ દોડી આવી હતી. જેના મારફતે ૨૦થી વધુ ઇજાગ્રસ્ત પેસેન્જર્સને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સાથે જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. બસ પલટી ખાઇ જતાં હાઇવે જામ થઇ ગયો હતો. જેને પોલીસે સામાન્ય કરાવવા પ્રયાસ હાથ ધર્યા હતા. સાથે જ અકસ્માત કેવી રીતે સર્જાયો, તે મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.SS1MS