ઉત્તરપ્રદેશના મેરઠમાં શાળાના વિદ્યાર્થીઓએ મેડમની છેડતી કરી
મેરઠ, મેરઠની ડૉ.રામ મનોહર સ્મારક ઇન્ટર કૉલેજનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વિદ્યાર્થીઓ ટીચરને આઈ લવ યૂ બોલતા હોય તેવો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેથી આ મામલે મહિલા શિક્ષકએ વિદ્યાર્થીઓથી પહેશાન થઈને મેનેજમેન્ટ અને પોલીસમાં ફરિયાદ કરી છે. જાે કે અત્યારે આ મામલે પોલીસે વાયરલ વીડિયોના આધારે તપાસ હાથ ધરી છે.
અત્યારે સમય સાથે શિક્ષિણ બદલાઈ રહ્યુ છે. પહેલા બાળકો શિક્ષકોથી ડરતા હતા પરંતુ અત્યારે તે વિદ્યાર્થીઓ જ શિક્ષકને પરેશાન કરતા હોય તેવા વીડિયા વાયરલ થતા હોય છે.
ઉલ્લેખનીય છે કે, મેરઠમાં શાળાની છોકરીઓ અને શાળાની કેમ્પસમાં મહિલા શિક્ષકને અપમાનજનક શબ્દોના પ્રયોગ કરી આઈ લવ યુ કહેતા વિદ્યાર્થીઓ નજરે પડે છે. જાે કે પહેલા આ મહિલા શિક્ષક બાળકોને જતા કર્યા હતા કે તેઓ સુધરી જશે પરંતુ તેમની વધતી હરકતોને જાેઈને શિક્ષકે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ ઘટના મેરઠની ડૉ. રામ મનોહર સ્મારક ઇન્ટર કૉલેજની છે.
અહીંના વિદ્યાર્થીઓએ ગુરૂ શિષ્યના સંબંધને લજવે તેવી હરકત કરી છે. આ વાયરલ વીડિયોમાં વિદ્યાર્થીઓનું એક ગૃપ કૉલેજમાં ભણાવતી શિક્ષિકાને પ્રેમનો ઇઝહાર કરી રહ્યા છે.
જાે કે આ વિદ્યાર્થીઓ મહિલા શિક્ષકને આઈ લવ યૂ કહેતો વીડિયો બનાવીને તેને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. આ વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રકારના ડર વિના મહિલા શિક્ષક માટે અભદ્ર શબ્દોનો પ્રયોગ કરી રહ્યા છે. ચાલું વર્ગમાં વિદ્યાર્થીઓ શિક્ષિકાને આઈ લવ યુ કહી રહ્યા છે અને ક્લાસ હસી રહ્યો છે. મહિલા શિક્ષિકાએ આ મામલે પોલીસ અને મેનેજમેન્ટને ફરિયાદ કરી છે.
પોલીસ પર હાલ આ છાત્રો સામે આઈટી એકટ અને છેડતીની ફરિયાદ દાખલ કરી છે. જાે કે હજૂ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી પરંતુ પોલીસ પોતાની તપાસ કરી રહી છે.SS1MS