નેપાળમાં ૫.૫ની તીવ્રતાના ભૂકંપથી બિહાર સુધી ધરા ધ્રૂજી

નવી દિલ્હી, ભારતમાં સતત બીજા દિવસે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ત્રણ કલાકની અંદર ભારત, નેપાળ, પાકિસ્તાન અને તિબેટ એમ ચાર દેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભારતમાં પટનાના લોકોને રાત્રે ૨.૩૫ કલાકે ઝટકાનો અનુભવ થયો હતો.
લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા. રિક્ટેર સ્કેલ પર તીવ્રતા ૫.૫ નોંધાઈ હતી.નેશનલ સેન્ટર ફોસ સિસ્મોલોજી મુજબ ભૂકંપના ઝટકા નેપાળના બાગમતી પ્રાંતમાં પણ અનુભવાયા હતા. નેપાળનું બાગમતી બિહારના મુઝફ્ફરપુરથી ૧૮૯ કિલોમીટર ઉત્તરમાં છે.
આ ભૂકંપમાં જાનમાલના નુકસાનના અહેવાલ નથી. નેપાળ જ નહીં પાકિસ્તાન અને તિબેટમાં પણ ઝટકા અનુભવાયા હતા.પાકિસ્તાનમાં પણ સવારે ૫.૧૪ મિનિટે ભૂકંપના તીવ્ર ઝટકા અનુભવાયા હતા. ઝટકાનો અનુભવ થતાં જ લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા.
ભૂકંપની તીવ્રતા ૪.૫ની હતી. આ પહેલા ૧૬ જાન્યુઆરીએ પણ પાકિસ્તાનમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. ત્યારે ભૂકંપનું કેન્દ્ર રાવલપિંડીથી આઠ કિલોમીટર દક્ષિણ પૂર્વમાં હતું.બિહાર અને નેપાળમાં ઘણી જગ્યાએ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
સવારે ૨ઃ૩૬ વાગ્યે આવેલા આ ભૂકંપની તીવ્રતા ૫.૫ હતી. આ ઉપરાંત પાકિસ્તાનમાં પણ ધરતી હચમચી ગઈ છે. ત્યાં તેની તીવ્રતા ૪.૫ માપવામાં આવી હતી. હાલમાં ત્રણેય સ્થળોએ કોઈ નુકસાનના સમાચાર નથી.
ગયા મહિને પણ બિહારથી નેપાળ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેની તીવ્રતા ૭.૧ માપવામાં આવી હતી.પાકિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સવારે ૫ઃ૧૪ વાગ્યે આવેલા આ ભૂકંપની તીવ્રતા ૪.૫ હતી. અહીં પણ કોઈ જાનમાલના નુકસાનના સમાચાર નથી.SS1MS