જાપાનમાં ફરી એક વખત ૬ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
નવી દિલ્હી, વિનાશક ભૂકંપ બાદ જાપાનની ધરા ફરી એક વખત ભૂકંપના આંચકાથી ધણધણી ઉઠી છે. જીએફઝેડજર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સે જણાવ્યું હતું કે, મંગળવારે જાપાનના હોન્શુના પશ્ચિમ કાંઠે રિક્ટર સ્કેલ પર ૬ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
જાે કે ભૂકંપ બાદ હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. આ અગાઉ રવિવારે ૫ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ વર્ષની શરૂઆત જાપાન માટે સારી નથી રહી. નવા વર્ષના પ્રથમ દિવસે જ વિનાશક ભૂકંપ બાદ સુનામીની ચેતવણી આપવામાં આવી હતી.
નવા વર્ષના પ્રથમ દિવસે જ જાપાનમાં વિનાશક ભૂકંપ આવ્યો હતો. ૭.૬ની તીવ્રતા વાળા ભૂકંપે દેશભરમાં તબાહી મચાવી દીધી હતી. સુનામીનું એલર્ટ આપવામાં આવ્યું હતું અને આ સાથે જ આગામી સમયમાં વધુ ભૂકંપ આવવાની આશંકા વ્યક્ત કરી હતી. ૧ જાન્યુઆરીના રોજ આવેલા ભૂકંપમાં અત્યાર સુધીમાં ૧૨૬ લોકોના મોત થઈ ચૂક્યા છે. SS2SS