હિમાલય પરથી ગમે ત્યારે આવી શકે છે મોટી આફતઃ ચીનના પ્રોફેસરની આગાહી
(એજન્સી)નવીદિલ્હી, દુનિયાનો ત્રીજો ધ્રુવ એટલે કે થર્ડ પોલ તેજીથી પીગળી રહ્યો છે. જેને કારણે ભારત, પાકિસ્તાન, ચીન, નેપાળ પર ખતરો મંડરાઈ રહ્યો છે. આ જગ્યાઓ પર હિમાલયથી ગમે ત્યારે આફત આવી શકે છે. નવી સ્ટડીમાં આ ડરાવનો ખુલાસો થયો છે કે, ગત ૩૦ વર્ષોમાં હિમાલયથી ૧૦ હજાર ગ્લેશિયર પીગળી રહ્યાં છે. જેનાથી ખતરનાક ગ્લેશિયર લેક્સ બની રહ્યાં છે.
આ ગ્લેશિયર લેક્સ હિમાલયના તળના લોકો માટે ખતરનાક છે. તે ગમે ત્યારે તૂટીને સિક્કીમ, કેદારનાથ કે ચમોલી જેવી દુર્ઘટના સર્જી શકે છે. જોવામાં સુંદર લાગતા આ લેક જ્યારે તૂટે છે, ત્યારે ભયાનક તબાહી લઈને આવે છે.
ચાઈનીઝ એકેડમી ઓફ સાયન્સના ઈન્સ્ટીટ્યૂટ ઓફ તિબ્બતન પ્લેટ્યૂ રિસર્ચના સાયન્ટિસ્ટ એસોસિયેશન પ્રો.વીકાઈ વાંગ અને તેમની ટીમે હિમાલયના ગ્લેશિયર લેક્સ પર અભ્યાસ કર્યો છે. તેમણે કહ્યું કે, આ સંકટથી બચવા માટે ત્રીજા ધ્રુવ પોલની નીચે રહેતા ભારત, પાકિસ્તાન, નેપાળ જેવા દેશોએ એકસાથી મળીને કામ કરવાનું રહેશે. ડરવાના આંકડા સામે આવ્યા છે. ૧૯૮૧ થી ૧૯૯૦ ની વચ્ચે હિમાલય પર ર્ય્ન્ંહ્લ ની ૧.૫ ઘટનાઓ બનતી હતી. જે ૨૦૧૧ થી ૨૦૨૦ દરમિયાન ૨.૭ થઈ હતી. દરેક દાયકામાં તેની ગતિ વધી રહી છે. તે હિમાલયના નીચલા સ્તર પર રહેતા લોકો માટે ખતરો બનીને આવ્યું છે.
પ્રોફેસર ૫૫૩૫ એવા ગ્લેશિયર લેક્સને ઓળખી કાઢ્યા છે, જે આ દેશોમાં ગમે ત્યારે ખતરનાક સાબિત થઈ શકે છે. કોઈ પણ સમયે તૂટી શકે છે. એટલે કે જીએસઓએફની ઘટના બની શકે છે. તેમાંથી ૧૫૦૦ તળાવ વધુ ખતરનાક છે. તેમાં હાઈ પોટેÂન્શયલ જીએલઓએફની શક્યતાઓ છે. જે નીચે રહેતા લોકો માટે તબાહી લાવી શકે છે.
કુલ ૧૩૦ વૈશ્વિક નિષ્ણાતોએ હિંદુ કુશ હિમાલયને પતનની અણી પર જૈવક્ષેત્ર તરીકે જાહેર કર્યું છે, તેને બચાવવા માટે સાહસિક પગલાં અને નાણાકીય સહાયની વિનંતી કરી છે. આ ૩,૫૦૦ કિલોમીટર લાંબી પર્વતમાળા આઠ દેશોમાં ફેલાયેલી છે. જે અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભૂટાન, ચીન, ભારત, નેપાળ, મ્યાનમાર અને પાકિસ્તાન સહિત આઠ દેશોમાં ૩,૫૦૦ કિલોમીટરથી વધુ ફેલાયેલી છે.
૧૩૦ વૈશ્વિક નિષ્ણાતોએ હિંદુ કુશ હિમાલયને પતનની અણી પર બાયોÂસ્ફયર તરીકે જાહેર કર્યા પછી તે સમાચારમાં છે. હિમાલય એ વિશ્વના જૈવ વિવિધતાના હોટસ્પોટ્સ પૈકીનું એક છે, જેમાં વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિની સમૃદ્ધ વિવિધતા છે. આ પ્રદેશ ૨૪૦ મિલિયનથી વધુ લોકોનું ઘર છે, અને ૧.૭ બિલિયન લોકો નદીના તટપ્રદેશમાં વસે છે. આ પ્રદેશમાં હિમનદીઓ ઓછામાં ઓછી ૧૦ મોટી નદી પ્રણાલીઓને ખોરાક આપે છે.