જમ્મુ-કાશ્મીરની ચૂંટણી પહેલા મોટા આતંકી ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું
જમ્મુ-કાશ્મીર, જમ્મુ-કાશ્મીરમાં આવતા મહિને શરૂ થઈ રહેલી ચૂંટણી પહેલા સુરક્ષાદળોએ ૩ આતંકીઓને ઠાર કર્યા છે. વાસ્તવમાં સુરક્ષા દળોને બાતમી મળી હતી કે આતંકવાદીઓ એલઓસી પર ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરશે. આ માહિતી બાદ જ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી પહેલા એક મોટું આતંકવાદી ષડયંત્ર નિષ્ફળ ગયું છે.
સુરક્ષા દળોએ સ્પેશિયલ ઓપરેશન ચલાવીને ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે. ઘાટીમાં ચૂંટણી પહેલા હાથ ધરવામાં આવેલા આ ઓપરેશનને સુરક્ષા દળો માટે મોટી સફળતા માનવામાં આવી રહી છે.જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર, છેલ્લા ઘણા દિવસોથી માહિતી મળી રહી હતી કે આતંકવાદીઓ નિયંત્રણ રેખા (ર્ન્ંઝ્ર) પારથી ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરશે.
દરમિયાન, ૨૮ ઓગસ્ટના રોજ ગુપ્તચર માહિતીથી જાણવા મળ્યું કે આ ઘૂસણખોરી તંગધાર અને માછિલ સેક્ટરમાંથી થશે.ગુપ્ત માહિતીની પુષ્ટિ કર્યા પછી, ભારતીય સેના, જમ્મુ અને કાશ્મીર પોલીસ અને બીએસએફએ સાથે મળીને સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું અને ઓચિંતો હુમલો કર્યો.
રાત્રે લગભગ ૮ વાગે આતંકવાદીઓએ માછિલ વિસ્તારમાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન આતંકવાદીઓ અને સુરક્ષા દળોની સંયુક્ત પાર્ટી વચ્ચે અથડામણ થઈ હતી.માચિલમાં ઓપરેશન દરમિયાન તંગધાર વિસ્તારમાં રાત્રે લગભગ ૯ વાગે એન્કાઉન્ટર શરૂ થયું હતું.
બંને ઓપરેશન દરમિયાન માછિલમાં ૨ અને તંગધારમાં ૧ આતંકી માર્યો ગયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે આ એન્કાઉન્ટરમાં એક આતંકી ખરાબ રીતે ઘાયલ થયો છે. સેનાના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, એન્કાઉન્ટર દુર્ગમ વિસ્તારોમાં અને ખરાબ હવામાનમાં કરવામાં આવ્યું હતું.
કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં પહેલીવાર વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ચૂંટણી પંચે રાજ્યની ૯૦ વિધાનસભા બેઠકો પર મતદાન માટે ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. જમ્મુ અને કાશ્મીરના લોકો ૧૮ સપ્ટેમ્બર, ૨૫ સપ્ટેમ્બર અને ૧ ઓક્ટોબરે તેમની સરકારને પાંચ વર્ષ માટે પસંદ કરવા માટે મતદાન કરશે. સુરક્ષા સંવેદનશીલ કેન્દ્રશાસિત પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી ત્રણ તબક્કામાં યોજાશે.
વિધાનસભા ચૂંટણીના પરિણામો ૪ ઓક્ટોબરે આવશે. પ્રથમ તબક્કામાં ૨૪ બેઠકો પર, બીજા તબક્કામાં ૨૬ બેઠકો અને ત્રીજા તબક્કામાં ૪૦ બેઠકો પર મતદાન થવાનું છે.SS1MS