ધૂમ્રપાન છોડવા એક વ્યક્તિએ પોતાના માથાને પિંજરામાં કેદ કર્યું
નવી દિલ્હી, ધૂમ્રપાન છોડવા માટે એક વ્યક્તિ દ્વારા પોતાનું માથુ પિંજરામાં બંધ કરવાની અફવા સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. પણ આ સમાચાર વિશે કેટલીય અફવાઓની વચ્ચે હવે સચ્ચાઈ સામે આવી છે કે, આ રશિયાની નહીં, પણ તુર્કીની તસ્વીર છે અને આ શખ્સે પોતાની મરજીથી નહીં પણ પત્નીના કહેવા પર માથાને પિંજરામાં બંધ કરી દીધું છે. શખ્સની ઓળખાણ તુર્કીના ઈબ્રાહિમ યૂકેલ તરીકે થઈ છે. A man imprisoned his head in a cage to quit smoking
શખ્સે સ્મોકિંગ છોડવા માટે ખુદનું માથું પિંજરામાં બંધ કરી દીધું છે. જાે કે, અગાઉ લખાયેલા સમાચારોમાં એ પુષ્ટિ નથી કરી કે આ શખ્સે તેની સિગારેટ પીવાની આદતને છોડવા માટે આવું કર્યું છે કે નહીં.
તુર્કીની એક અંગ્રેજી ભાષાની સમાચાર હુર્રિયત ડેલી ન્યૂઝે પહેલી વાર ઈબ્રાહિમ વિશે ૧ જૂલાઈ ૨૦૧૩ના રોજ ન્યૂઝ પ્રકાશિત કર્યા હતા. રિપોર્ટ અનુસાર, ઈબ્રાહિમે બે દાયકાથી વધારે સમય સુધી એક દિવસમાં બે પેકેટ સિગારેટ પીવાની લતથી છુટકારો મેળવવા માટે આ પિંજરાની ડિઝાઈન બનાવી હતી. એવું માનવામાં આવતું હતું કે, બાઈકર્સ દ્વારા પહેરવામાં આવતા મોટરસાયકલ હેલમેટમાંથી તેની પ્રેરણા લઈને બનાવ્યું છે.
પિંજરાવાળું હેલમેટ બનાવવા માટે ૧૩૦ ફુટ તાંબાના વાયરનો ઉપયોગ કર્યો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, શખ્સે પોતાના લંગ કેન્સરના મોતના ડરથી સિગરેટ છોડવાનું નક્કી કર્યું. તેણે પોતાના પિંજરાની ચાવી પરિવારને આપી દીધી છે.
આ પહેલામાં ઈબ્રાહિમની પત્ની પણ સાથ આપી રહી છે. જાે કે, આ સમાચાર જૂના છે, પણ તેમ છતાંયે આ તસ્વીર હાલમાં લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે. આ તસ્વીર જાેયા બાદ કેટલાય યુઝર્સ અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.SS1MS