Western Times News

Gujarati News

Matrimony Site પર નકલી પોલીસ બની શખ્સે મહિલા સાથે દુષ્કર્મ કર્યું

અમદાવાદમાં નકલી પોલીસ બનીને ફરતા શખ્સે મહિલા સાથે અવાર નવાર દુષ્કર્મ આચર્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

અમદાવાદઃ નકલી પોલીસ બની મહિલાની સાથે છેતરપિંડી અને દુષ્કર્મ કરનાર આરોપીની ચોંકવનારી ઘટના સામે આવી છે. નોંધનીય છે કે અત્યારે મેટ્રિમોનિયલ સાઈટ પર પણ વિશ્વાસઘાતના કેસો સામે આવી રહ્યા છે. ત્યારે આ મામલે વધતા જતા ગુનામાં વધુ એક કેસ સામે આવ્યો છે.

A man posing as a fake cop on a matrimonial site raped a woman

એક યુવકે આવી જ એક મેટ્રિમોનિયલ સાઈટ પર પોતે પોલીસ છે એવું દર્શાવ્યું હતું. જ્યાંથી તેણે એક મહિલાનો સંપર્ક સાધ્યો અને ત્યારપછી પ્રેમ સંબંધ અને લગ્નની લાલચે દુષ્કર્મ આચર્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જાણો મહિલાએ ત્યારપછી શું કર્યું.

વટવાની ચોંકાવનારી ઘટના
એક 35 વર્ષીય મહિલા તેના પુત્ર સાથે વટવામાં વસવાટ કરે છે. તેના લગ્ન અગાઉ હરિયાણાના યુવક સાથે થયા હોવાની માહિતી મળી રહી છે. પરંતુ બંને વચ્ચે અણબનાવ થતા અત્યારે અલગ થઈ રહ્યા છે. આ વચ્ચે જીવનસાથી શોધવા માટે મહિલાએ મેટ્રિમોનિયલ સાઈટ પર રેજિસ્ટ્રેશન કરાવ્યું હતું.

જેમાં તેનો સંપર્ક આરોપી સાથે થયો. તે પોલીસ હોવાનું જણાવી બંને વચ્ચે મિત્રતા પણ થઈ.ઓનલાઈન સાઈટ પર થઈ હતી ઓળખાણ

લગ્ન કરવા માટેની લાલચ આપી આવી સાઈટ પર પોતે પોલીસ છે એમ દર્શાવીને યુવકે સતત મહિલા સાથે સંપર્ક સાધ્યો. બંને વચ્ચે પ્રેમ થયો અને ત્યારપછી એકબીજા સાથે લગ્ન કરીશું એવી ચર્ચા પણ થઈ. આ દરમિયાન ઘણીવાર તેણે શારિરિક સંબંધો પણ બાંધ્યા હતા.

જોકે આવું ઘણીવાર થયા પછી યુવકે ના પાડી દીધી હતી કે તે લગ્ન નહીં કરી શકે. પરિવારના સભ્યો ના પાડતા હોવાની વાત કહીને આરોપીએ મહિલા સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. જોકે ત્યારપછી મહિલાને તમામ સપના તૂટી ગયા.

મહિલાએ ફરિયાદ નોંધાવી.જોકે ત્યારપછી મહિલાને જાણ થઈ હતી કે આ નકલી પોલીસ છે. અગાઉ પણ સોલા ખાતે નકલી પોલીસ તરીકે આ પકડાઈ ચૂક્યો છે. તેવામાં આની વિરૂદ્ધ મહિલાએ ફરિયાદ નોંધાવી વધુ તપાસ હાથ ધરાવી હતી. ત્યારપછી હવે આ શખસ સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. પોલીસ આ ઘટનાની વધુ વિગતો મેળવી રહી છે તથા તપાસ આદરી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.