Western Times News

Gujarati News

દિલ્હીમાં શખસનું માથુ કાપીને કરી હત્યા

નવી દિલ્હી, દિલ્હીમાં ધરપકડ કરવામાં આવેલા બે આતંકીઓ દ્વારા કથિત રીતે માર્યા ગયેલા વ્યક્તિની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, આતંકી શકમંદોએ તેનું માથુ કાપીને હત્યા કરી નાખી હતી. પોલીસે મૃતકના શરીરના કેટલાંક ભાગો પણ કબજે કર્યા છે.

જેમાં તેનો હાથ પણ સામેલ છે. હાથ પર ત્રિશૂલનું ટેટુ પણ બનાવેલું છે. સૂત્રોએ કહ્યું કે, ૨૧ વર્ષીય આ શખસ ડ્રગ્સનો એડિક્ટ હતો, જે બાદ બંનેની દોસ્તી થઈ ગઈ હતી. પોલીસ સૂત્રોનું કહેવું છે કે, આરોપી નૌશાદને તેના આકા સોહેલે પ્રભાવશાળી હિન્દુઓની હત્યા કરવા માટેનું કામ સોંપ્યું હતું.

જે પાકિસ્તાન સ્થિત આતંકી સમૂહ હરકત-ઉલ અંસારનો સંચાલક છે. તેના સાથી જગજીત સિંહને ભારતમાં શિખ અલગાવવાદી સમૂહ ખાલિસ્તાનની ગતિવિધિઓનો પ્રચાર કરવાનું કહેવામાં આવ્યું હતું. જગજીત સિંહ કથિત રીતે ખાલિસ્તાની આતંકવાદી અર્શદીપ દલ્લાના સંપર્કમાં હતો, જે હાલ કેનેડામાં છે.

ધરપકડ કરવામાં આવેલા આરોપીઓએ કબૂલ્યું કે તેઓ ૧૪-૧૫ ડિસેમ્બરના રોજ પીડિતને પૂર્વોત્તર દિલ્લીના ભલસ્વા ડેરીમાં નૌશાદના ઘરે લઈને ગયા હતા અને પછી તેનું ગળુ દબાવી દીધુ હતુ. એ પછી તેનું માથુ કાપીને શરીરના આઠ ટૂકડા કર્યા હતા.

સૂત્રોએ કહ્યું કે, હત્યાનો ૩૭ સેકન્ડનો વિડીયો સોહેલને મોકલવામાં આવ્યો હતો. આરોપીઓએ દિવાળીની આસપાસ ભલસ્વામાં ઘર એક સાથે ભાડે લીધુ હતુ. તો પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે બંનેએ કોઈ અન્ય ટાર્ગેટ કિલિંગને અંજામ આપ્યો છે કે કેમ. પોલીસ ખાલિસ્તાની આતંકવાદીઓ અને પાકિસ્તાની ગુપ્તચર એજન્સીની વચ્ચેની સાંઠગાંઠની પણ તપાસ કરી રહી છે.

નૌશાદ હત્યા અને બળજબરી વસૂલીના મામલે જેલમાં બંધ હતો અને સોહેલ સાથે ત્યારે તેની મુલાકાત થઈ હતી. જેલમાં તેની મુલાકાત લાલ કિલ્લા પેર થયેલા હુમલાના આરોપી આરિફ મોહમ્મદ સાથે પણ થઈ હતી. સૂત્રોએ કહ્યું કે, સોહેલ પાકિસ્તાન ચાલ્યો ગયો હતો અને એપ્રિલ ૨૦૨૨માં જેલમાંથી છઊટ્યા બાદ નૌશાદે તેનો સંપર્ક કર્યો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.