વરઘોડામાં ડાન્સ કરી રહ્યો હતો શખ્સ, ઘોડાએ મારી લાત

નવી દિલ્હી, આપણે સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારની સામગ્રી જાેઈએ છીએ. ક્યારેક આ વીડિયો આપણને કંઈક આશ્ચર્યજનક બતાવે છે તો ક્યારેક કંઈક એવું સામે આવે છે જેને જાેઈને આપણે હસવાનું રોકી શકતા નથી.
હાલમાં સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિ વરઘોડામાંથી નીકળતી વખતે એટલો ખરાબ ડાન્સ કરી રહ્યો છે કે ઘોડો પણ તે સહન કરી શકતો નથી. તમે ઘણીવાર લોકોને લગ્નમાં નાગિન ડાન્સ કરતા જાેયા હશે. વરઘોડામાં ડાન્સ એકથી એક હોય છે, પરંતુ આ વીડિયોમાં જે વ્યક્તિ સ્ટેપ્સ બતાવે છે તે આ પહેલા તમે ક્યારેય જાેયા નહિ હોય.
કદાચ ઘોડાને પણ તેના સ્ટેપ્સ ગમ્યા નહિ હોય એટલે પછી તે જે કરે છે તે જાેઈને તમે હસશો. આ વાયરલ વીડિયોમાં એક વ્યક્તિ વરઘોડામાં વિચિત્ર ડાન્સ સ્ટેપ્સ કરતો જાેવા મળી રહ્યો છે. વિડિયો જાેયા પછી તમે ઈચ્છો તો પણ તમારા પોતાના હાસ્ય પર કંટ્રોલ નહિ કરી શકો.
વ્યક્તિ ખુશ છે પણ ત્યાં ઊભેલા ઘોડાને તેનો ડાન્સ બહુ ગમતો નથી. જે પછી તેણે ન તો સહન કર્યુ અને ન કંઈ જાેયુ અને જાેરશોરથી તે વ્યક્તિને લાત મારી. ઘોડાની જાેરદાર લાત ખાધા પછી તે માણસ હવામાં ઉછળ્યો અને જમીન પર પડ્યો.
વિડીયો જાેઈને તમે ન ઈચ્છો તો પણ હસશો. આ રસપ્રદ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર iam_a_dreamer_5 નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે, જેને ઈન્ટરનેટ પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં ૧૪ મિલિયન એટલે કે ૧.૪ કરોડથી વધુ વ્યૂઝ આવી ચૂક્યા છે. તે જ સમયે, આ વીડિયોને ૮.૮૦ લાખથી વધુ લોકોએ લાઈક કર્યો છે. લોકોએ આ વીડિયો પર ફની કોમેન્ટ્સ પણ આપી છે અને એકબીજાને ટેગ પણ કર્યા છે.SS1MS