Western Times News

Gujarati News

બાપુનગરમાં નજીવી બાબતે વિવાદ થતા એક વ્યક્તિને છરીના ઘા મારી પતાવી દીધો

અમદાવાદ, અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં નજીવી બાબતમાં એક વ્યક્તિને છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધો છે. આરોપી ચાલતા ચાલતા વિજય ઠાકોર નામના વ્યક્તિને અથડાયો હતો. જેથી વિજયે તેને જાેઇને ચાલવાનું કહેતા જ તે ઉશ્કેરાઇ ગયો હતો અને બિભત્સ ગાળો બોલવા લાગ્યો હતો.

જેથી વિજયે ગાળો બોલવાની ના પાડતાં જ આરોપી રાહુલે ‘હું ચંદુલાલની ચાલીનો માથાભારે ડોન રાહુલ ઉર્ફે ચડ્ડી..મારા બાપનું નામ રમેશભાઇ છે.’ તેમ કહીને બોલાચાલી ઝઘડો કરીને છરીના ઘા મારી દીધા હતાં. જેમાં વિજય ઠાકોરને ગંભીર ઇજા પહોચતાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

પ્રેમ દરવાજા વિસ્તારમાં રહેતા ભીખાભાઇ ઠાકોરે બાપુનગર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદમાં તેમણે જણાવ્યું છે કે, ગઇકાલે સાંજના સમયે તેઓ ઘરેથી બાપુનગર ભીડભંજનમાં આવેલા ગંગાનગરમાં તેમના સસરાના ઘરે ગયા હતાં.

જાે કે. તેમના સાઢુના દીકરાના ઘરે પુત્રનો જન્મ થયો હોવાથી તેમના સાળા વિજય ઠાકોર સાથે બાપુનગર ચંદુલાલની ચાલીમાં થઇને ખાડાવાળી ચાલીમાં જઇ રહ્યા હતાં. સાંજના સાડા સાતેક વાગ્યાની આસપાસ તેઓ ચંદુલાલની ચાલીમાં ખુલ્લા મેદાનમાં ચાલતા ચાલતા જઇ રહ્યા હતાં. ત્યારે અચાનક જ એક અજાણ્યો વ્યક્તિ આવીને વિજય ઠાકોરને અથડાયો હતો.

આ દરમિયાન વિજય ઠાકોરે તેને જાેઇને ચાલવાનું કહેતા જ તે ઉશ્કેરાઇ ગયો હતો અને કહેવા લાગ્યો હતો કે, ‘હું ચંદુલાલની ચાલીનો માથાભારે ડોન રાહુલ ઉર્ફે ચડ્ડી… મારા બાપનું નામ રમેશભાઇ છે. તારે જે થાય એ કરી લેવાનું મને કાંઇ કહેવાનું નહીં.’ એમ કહીને બોલાચાલી કરી ઝઘડો કરવા લાગ્યો હતો.

વિજય ઠાકોરે તેને ગાળો બોલવાની ના પાડતાં જ આરોપી ઉશ્કેરાઇ ગયો હતો અને તમે બંને આ ચાલીમાં પહેલી વખત જાેવા મળ્યા છો, તમને આ રાહુલ ચડીના કારનામાની ખબર નથી.

તેમ કહીને છરી કાઢી વિજય ઠાકોરને છરીના ઘા મારી દીધા હતાં. જેમાં ગંભીર રીતે ઇજા પહોંચતા વિજય ઠાકોરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. આ મામલે હત્યાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. જાે કે, બીજી તરફ ઘટનાની જાણ થતાં જે મોટી સંખ્યામાં લોકોના ટોળા પણ ઉમટી પડ્યાં હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.