યુવતિને ફસાવી ખંડણી માંગનાર પરણિત વિધર્મી યુવક ઝડપાયો

વારંવાર ખંડણી માંગતા વિધર્મી યુવકનો ભાંડો તેની પત્નિએ ફોડી નાંખતા પોલીસ સકંજામાં આવી ગયો
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચમાં વિધર્મી યુવક પરિણિત હોવા છતાં સોશ્યલ મીડિયા ઉપર ખોટી આઈડી બનાવી હિન્દુ યુવતીને પ્રેમ જાળમાં ફસાવી વારંવાર ખંડણી માંગતા વિધર્મી યુવકનો ભાંડો તેણીની પત્નીએ ફોડી નાંખતા વિધર્મી પતિ પોલીસ સકંજામાં આવી ગયો હતો.
ભરૂચ તાલુકા પોલીસ મથકમાં પીડીતા યુવતીએ ફરિયાદ નોંધાવી હતી.જેમાં તેણીએ આક્ષેપ કર્યા છે કે હું કોલેજમાં અભ્યાસ કરતી હતી તે વખતથી ઈન્સ્ટાગ્રામ ઉપર આર્ય પટેલ નામના આઈડી ઉપરથી એક યુવક સાથે સંપર્ક થયો હતો અને સોશ્યલ મીડિયા ઉપર જ ચેટીગ ચાલી રહી હતી.જે યુવક આર્ય પટેલ તરીકે ઈન્સ્ટાગ્રામ ઉપર આઈડી હતી તે હિન્દુ તરીકે હોય અને તે પોતે હિન્દુ હોવાની ઓળખ પણ ફરિયાદી યુવતીને આપી હતી
અને બંને વચ્ચે મિત્રતા કેળવતા બંને હિંદુ જ હોય તેમ યુવકે પણ પોતાની અસલી ઓળખ છુપાવી ફરિયાદી હિન્દુ યુવતી સાથે સતત ભરૂચ જીલ્લાના અલગ અલગ મંદિરોમાં પહોંચી માતાજીના દર્શન કર્યા હતા.વિવિધ મંદિરે ફોટા પણ પડાવ્યા હતા અને હિન્દુ તરીકે જ યુવતી સાથે રહેતો હતો.હિન્દુ તરીકેની ઓળખ ઊભી કરી યુવક ફરિયાદીના ઘરે લગ્નનું માંગુ લઈને પણ પહોંચ્યો હતો.
એકાદ મહિના અગાઉ આર્ય પટેલ તરીકે ફરિયાદી સાથે મિત્રતા કેળવનાર અંગે આઈડી ઉપરથી મેસેજ આવ્યો હતો તેની સાથે વાત કરતા પ્રોફાઈલમાં જે ફોટો છે તે આર્ય પટેલ છે તો ફરિયાદીએ કહ્યું તમે કેવી રીતે ઓળખો ત્યારે પત્નીની આઈડી ઉપરથી જ ફરિયાદીને જવાબ મળ્યો કે આ મારો પતિ છે અને તેનું નામ આદિલ અબ્દુલ પટેલ છે
જેથી થોડા સમય માટે ફરિયાદીના પગતળેની જમીન ખસી ગઈ હોવાનો અનુભવ થયો હતો.ત્યાર બાદ પણ સતત ખોટી ઓળખ આપનાર વિધર્મી યુવકે ફરિયાદીને બ્લેકમેલ કરવાનું શરૂ કરતા આખરે યુવતી પોલીસના દ્વારે પહોંચી તેની વિધર્મી યુવક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.