Western Times News

Gujarati News

નડીયાદ સહીત સમગ્ર જીલ્લામાં ભાજપના યુવા મોરચાનું મહાસંપર્ક અભિયાન હાથ ધરાશે

(પ્રતિનિધી)નડીયાદ, આગામી વિધાનસભાની ચૂંટણીઓ નજીકમા જ છે ત્યારે ભારતીય જનતા પક્ષની યુવા પાંખ એટલે કે યુવા મોરચા ધ્વારા સમગ્ર રાજયમાં મહા સંપર્ક અભિયાન હાથ ધરવામાં આવશે.

આ કાર્યક્રમની પૂર્વ તૈયારી રૂપે આજે નડીયાદમાં જીલ્લા ભાજપ કાર્યલય કમલમમાં ભાજપના યુવા મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી રોહિત ચહલજી,ગુજરાત પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટ,યુવા મોરચાના પ્રદેશમાંથી નિયુકત થયેલ પ્રભારી ધવલભાઈ રાવલ તથ ખેડા જીલ્લા યુવા મોરચા પ્રભારી અને એ.પી.એમ. સી ચેરમેન અપૂર્વભાઈ પટેલ,જીલ્લા યુવા મોરચાના પ્રમુખ હાર્દિકભાઈ પટેલ વગેરેની ઉપસ્થીતીમાં જીલ્લા / તાલુકાના યુવા મોરચાના હોદેદારો કાર્યકરોની બેઠક મળી હતી.

જેમાં ઉપસ્થીત યુવા મોરચાના અગ્રણીઓએ માર્ગદર્શન આપ્યુ હતુ. અને જણાવ્યુ હતુ કે આગામી સમયમાં યુવા મોરચા ધ્વારા મહા સંપર્ક જન અભિયાન હાથ ધરાશે. જેમા કેન્દ્ર અને રાજય સરકારની પ્રજાલક્ષી યોજનાઓથી યુવાનોને તથા જનતાને વાકેફ કરવામાં આવશે.કોલેજ યુનિવર્સિટી વગેરે સ્થળોએ યુવા મોરચાની નિયુકત ટીમ ઘ્વારા લોકોનો સપર્ક કરવામાં આવશે.

પ્રદેશ ભાજપ ધ્વારા યોજાનારી ગુજરાત ગૌરવ યાત્રાની તૈયા૨ીઓ માટે તથા લોક જાગૃતી માટે બાઈક રેલી યોજાશે.અને ચૂંટણી લક્ષી કામગીરી ઉપરાંત નવા મતદાર યુવાનને મારો પ્રથમ મત તો ભાજપને જ એવો સંદેશો પણ આપવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.