Western Times News

Gujarati News

બાકરોલના શ્યામ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં વેરહાઉસમાં વિકરાળ આગ ભભૂકી

અમદાવાદ, શહેરની નજીક આવેલા બાકરોલ વિસ્તારમાં સ્ટ્રીટ શ્યામ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલા એક વેરહાઉસમાં મંગળવારે આગ ફાટી નીકળી હતી. અમદાવાદ અને ગાંધીનગર ફાયરબ્રિગેડની ટીમો ૨૫ જેટલા વાહનો સાથે ઘટનાસ્થળે પહોંચી આગ કાબૂમાં લીધી હતી.

વેરહાઉસમાં પેકેજિંગ મટિરિયલના પેપર બેઝ રો મટિરિયલ્સમાં આકસ્મિક આગ ફાટી નીકળી હતી. ફાયરની ટીમે સાવચેતીના ભાગરૂપે આસપાસના એકમો ખાલી કરાવીને આગ પ્રસરે નહીં તેના માટે પ્રયાસ કર્યાે હતો. બાકરોલ વિસ્તારમાં સ્ટ્રીટ શ્યામ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલા પ્લોટ નંબર ૪૩૪માં જય અંબે ટ્રેડિંગ કંપનીના વેરહાઉસમાં ઓચિંતા આગ ફાટી નીકળી હતી.

આ અંગે ફાયરબ્રિગેડને જાણ કરતાં ટીમો વોટર ટેન્કર્સ સહિતના કાફલા સાથે પહોંચી આગ કાબૂમાં લેવા પ્રયાસ કર્યાે હતો. ફાયર વિભાગે આસપાસઅં બીજા વેરહાઉસને તથા અન્ય એકમોને ખાલી કરાવી દીધા હતા. જો કે વેરહાઉસમાં પેપર બેઝ રો-મટિરિયલ હોવાથી આગે આંખના પલકારામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

આગ વિકરાળ બનતાં અમદાવાદ અને ગાંધીનગરના ૨૫ જેટલા ફાયર ફાઈટર મોકલવામાં આવ્યા હતા. ફાયરની ટીમે સતત પાણીનો મારો ચલાવીને વેરહાઉસમાં લાગેલી આગ પર કાબૂ મેળવવામાં સફળતા હાંસલ કરી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.