સાળંગપુર ખાતે ૧૦૦ કરોડના ખર્ચે બનશે ૧૦૦૦ રૂમવાળું યાંત્રિક ભવન

બોટાદ, જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલા સાળંગપુર ધામ કષ્ટભંજન હનુમાનજી દાદાના દર્શન કરવા હરિ ભક્તો દેશ અને વિદેશથી અહીં આવતા હોય છે. દિવસેને દિવસે અહીં હરિભક્તોની સંખ્યામાં સતત વધારો થતો હોય છે. હાલની રહેવા તેમજ ભોજનાલયને આધુનિક બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
ત્યારે ૪૦ કરોડના ખર્ચે આધુનિક એકી સાથે ૫૦૦૦ લોકો ભોજન લઈ શકે તેવું રાજમહેલ જેવું ભોજનાલયનું હાલ નિર્માણ થઈ રહ્યું છે. ત્યારે રાત્રી રોકાણ માટે પણ કોઈ ભક્તોને તકલીફ ન પડે તેના માટે યાંત્રિક ભવનનું ગુરૂવારે ખાતમુહૂર્ત કરાયું છે.
સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે સદગુરુ યોગીવર્ય શ્રી ગોપાળાનંદ સ્વામી યાંત્રિક ભવન ખાતમુહૂર્ત આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજીના હસ્તે કરવામાં આવ્યું. ૧૦૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર આધુનિક હાઈટેક યાંત્રિક ભવનમાં વી.વી.આઈ.પી, વી.આઈ.પી. સહિતના રૂમ તેમજ હોલ બનાવવામાં આવશે. કુલ ૪ વિંગમાં એક હજાર રૂમનું નિર્માણ કરાશે.
સાળંગપુર હનુમાનજી મંદિરની હાલ વ્યવસ્થા સંભાળતું અથાણા વાળાનું મંડળ જેમાં દિવસેને દિવસે હરિભક્તોને અગવડતા ન પડે તે વાતની ચિંતા કરી અવનવા આયોજન સાથે પ્રોજેક્ટ બનાવી રહ્યા છે.
હાલમાં મંદિર વિભાગ દ્રારા જે ઉતારાની વ્યવસ્થા છે. તેની સામે હરિભક્તો ખૂબ મોટી સંખ્યામાં આવતા હોય ભક્તોને રાત્રી રોકાણમાં ખૂબ અગવડતા પડતી હોય છે.
જેને લઈને આગામી દિવસોમાં નિર્માણ પામનાર હાઈટેક યાંત્રિક ભવન કે જેમાં ૧૦૦૦ જેટલા રૂમોનું નિર્માણ થશે ત્યારે અહીં આવનાર કોઈપણ હરિ ભક્તોને હવે રાત્રી રોકાણમાં અગવડતા નહિ પડે અને રાત્રી રોકાણ કરી સવારની મંગળા આરતીનો પણ લાભ લઈ શકશે.
હાલમાં ૪૦ કરોડના ખર્ચે ભોજનાલયનું નિર્માણ થઈ રહ્યું છે. તો આગામી દિવસોમાં ૧૦૦ કરોડના ખર્ચે હાઈટેક યાંત્રિક ભવન બનશે અને હરિ ભક્તો માટે આશીર્વાદ રૂપ સાબિત થશે.SS1MS