આંબાપાડા પ્રા.શાળામાં દિવ્યાંગ બાળકો માટે મેડીકલ એસેસમેન્ટ કેમ્પ યોજાયો
(ડાંગ માહિતી ): આહવા ડાંગ જિલ્લાની પ્રાથમીક શાળા આંબાપાડા ખાતે માન.જિલ્લા પ્રા.શિક્ષણાધિકારી શ્રી એમ.સી.ભુસારાના માર્ગદર્શન હેઠળ દિવ્યાંગ બાળકો માટે મેડીકલ એસેસમેન્ટ કેમ્પ યોજવામા આવ્યો હતો. બી.આર.સી ભવન આહવા “આઈ.ડી.યુનિટ” દ્વારા આયોજિત દિવ્યાંગ બાળકોનો એસેસમેન્ટ કેમ્પ તા.૦૬/૧૦/૨૦૨૨ ના રોજ યોજવામા આવ્યો હતો.
આ કેમ્પમા વિશિષ્ટ જરૂરીયાત ધરાવતા બાળકોના મેડીકલ સર્ટિફિકેટ તેમજ UDID કાર્ડ માટે શિક્ષણ વિભાગ તેમજ આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે કેમ્પનુ આયોજન કરવામા આવ્યુ હતુ. આ કેમ્પમા જિલ્લા આઈ.ઈ.ડી કો.ઑડી.જીતેશભાઈ, સી. આર.સી કો.ઓડી.અનિલભાઈ તેમજ બ્લોક આઈ.ઈ.ડી સ્ટાફ દ્વારા આહવા તાલુકાનુ એક પણ દિવ્યાંગ બાળક લાભથી વંચિત ન રહે તે હેતુ સર આ આયોજન કરવામા આવ્યુ હતુ.