ડાકોર સર્કિટ હાઉસ ખાતે હોળી પૂનમના મેળાની અંગે મીટીંગ યોજાઈ
(પ્રતિનિધિ) ડાકોર, હોળી મેળામાં આવનાર પદયાત્રી ઓને મેળા દરમ્યાન કોઈ અડચણો ના પડે તેના ભાગ રૂપે દરેકવિભાગ ના અધિકારી ને જવાબદારી પૂર્વક કમગીરી ખેડા ક્લેક્ટર દ્વારા સોપવામાં આવેલ હતી તેમજમીટીંગ માં ડીએફઓ હાજર ન રહ્યા તેને લઈને જિલ્લા કલેક્ટર શ્રીએ નાયબ કલેક્ટર નોટીસ આપવાનું સખ્ત શબ્દોમાં જણાવ્યું હતું
ડાકોર નગરપાલીકા ના ચીફ ઓફિસર ને ઢોર પકડવા બાબતે ગંભીરતા દાખવવા ની સૂચના આપવામાં આવી હતી તેમજ ડાકોર ગામમાં ઉભરાતી ગટરોથી આવનાર ફાગળી પુનમના મેળામાં પદયાત્રીઓ મુશ્કેલી વેઠવી ના પર્ડ તે માટે તાકીદ કરેલ.
ઉલ્લેખનિય છે થોડાક દીવસ પહેલાજિલ્લા કલેક્ટર ને ગાડી અને મામલતદાર ઠાસરા ની ગાડી સાથે આખલો અથડાયો હતો તેની રજુવાત કરી અને ગંભીરતા દાખવતા જણાવ્યું કે જે બનાવ તેમની ગાડી સાથે બન્યો તે બનાવ માં કોઈ નાનું બાળક અથવા કોઈ વૃદ્ધ આવી ગયું હતું તો શું થાત તેવો પ્રશ્ન કરી અને ડાકોર પાલિકા ના ચીફ ઓફિસર ની પણ ઉઘડો લીધો હતો તેમજ દર પુનમના દિવસ મંદિર પરિસરની આસપાસ ગાયો તેમજ આખલા વૈષ્ણણવોને અડફેટમાં લે છે તેથી ચુસ્ત કામગીરી કરવામાં આવે તેવી તાકીદ કરવામાં આવી હતી અમદાવાદ થી ડાકોર મંદિર સુધી માં પીવાના પાણીની આરોગ્યની દરેક સુવિધાઓ પુરી પડવાની સૂચના આપી હતી.