મોટી ઇસરોલ ગામમાં કુરિવાજાેને તિલાંજલિ આપવા સભા મળી
તમામ કુરિવાજાે નેસ્ત નાબૂદ કરી સમાજને શિક્ષિત અને સશક્ત બનાવીએઃ પ્રભુદાસ પટેલ
(પ્રતિનિધિ) મોડાસા, મોડાસા તાલુકાના મોટી ઇસરોલ ગામે આજરોજ મંદિર સંકુલમાં મળેલી ગામજનોની સભામાં શુભ તેમજ અશુભ પ્રસંગોમાં વિવિધ કુરિવાજાે બંધ કરવા સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું હતું.આ સભામાં ઘરેઘરથી મોટી સંખ્યામાં વડીલો,ભાઈ-બહેનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા અને દરેક મુદ્દાઓની ઝીણવટભરી ચર્ચા બાદ બિન જરૂરી રિવાજાે સદંતર બંધ કરવા ર્નિણય લેવામાં આવ્યો હતો.જેને ભાઈઓ અને બહેનોએ એકી અવાજે વધાવી લીધો હતો. પ્રારંભમાં ગામના અગ્રણી પ્રભુદાસભાઈ પટેલે તમામ કુરિવાજાે નેસ્ત નાબૂદ કરી સમાજને શિક્ષિત અને સશક્ત બનાવવા ઉપર ભાર મુક્યો હતો.
તેમણે કહ્યું કે કુરિવાજાેની બદી સમાજને ખોખલો બનાવે છે ત્યારે એને તિલાંજલિ આપવાનો સમય પાકી ગયો છે ત્યારે અનુરોધ કર્યો જે કોઈ રિવાજાે બંધ કરવામાં આવ્યા છે તે કોઇએ તોડવા નહિ અને એને વળગી રહેવા ભાર મુકવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યકમનું સંચાલન નિવૃત શિક્ષક બી.ડી.પટેલે કર્યું હતું.મહિલાઓ વતી જયશ્રીબેન નવનીતભાઈ પટેલે પોતાના વિચારો રજૂ કર્યા હતા અને સુધારાઓને અનુમોદન આપી એનો અમલ કરવા સંકલ્પબદ્ધ થવા અપીલ કરી હતી.
આજની સભામાં તમામ રિવાજાે અને સુધારાઓ સભા સમક્ષ એક પછી એક મુક્યા બાદ દરેકની સંમતિ બાદ જ એને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. સુધારા અંગેના આ મુદ્દાઓ વિષે ઉપસ્થિત ગામજનોએ પોતાના વિચારો રજૂ કર્યા હતા.આ સભામાં ગામના આગેવાનો દિનેશભાઇ પટેલ,ધુળાભાઈ ડી.પટેલ,,રમેશભાઈ પી.પટેલ ભીખાભાઇ,રેવાભાઈ ક.પટેલ,સદાભાઈ ડી.પટેલ,કે.ડી.પટેલ,સવજીભાઈ કે.પટેલ, માનાભાઈ એન.પટેલ,કનુભાઈ પી.પટેલ વગરે ઉપરાંત મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.