મેગા બ્લોકબસ્ટર કોઈ ફિલ્મ કે વેબ સીરિઝ નહીં પણ એડ કેમ્પેઈનની જાહેરાત હતી

જાેઈને તમે પણ કહેશો કે- સેલેબ્સ જબરા ઉલ્લુ બનાવી ગયા
Mega Blockbuster ટ્રેલર રીલિઝ કરવામાં આવ્યું
મુંબઈ,તાજેતરમાં જ અમુક મોટા એક્ટર્સ અને ક્રિકેટર્સે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર એક-એક પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટમાં તેઓ અલગ અલગ અંદાજમાં જણાઈ રહ્યા હતા. લોકોને લાગ્યુ હતું કે તેમની કોઈ ફિલ્મ આવવા જઈ રહી છે. ફિલ્મનું નામ મેગા બ્લોકબસ્ટર હોય તેમ લાગી રહ્યુ હતું.
આ સાથે જ લખવામાં આવ્યુ હતું કે ટ્રેલર ૪ સપ્ટેમ્બરના રોજ રીલિઝ થવાનું છે. આજે તેનું ટ્રેલર રીલિઝ થઈ ગયું છે. અને આ ટ્રેલર જાેઈને તમે ચોક્કસપણે માથુ ખંજવાળવા લાગશો. ઉલ્લેખનીય છે કે આ કેમ્પેઈનમાં કપિલ શર્મા, સૌરવ ગાંગુલી, રોહિત શર્મા, રણવીર સિંહ, રશ્મિકા મંદાના અને દીપિકા પાદુકોણને સામેલ કરવામાં આવ્યા હતા.
આ તમામ સેલેબ્સે સોશિયલ મીડિયા પર પોસ્ટર્સ શેર કર્યા હતા. ફેન્સ પણ જાણવા આતુર હતા કે જાે આ ફિલ્મ હશે તો રોહિત શર્મા અને સૌરવ ગાંગુલી તેમાં શું કરી રહ્યા છે. જ્યારે ટ્રેલર રીલિઝ થયું તો ખબર પડી કે આ કોઈ ફિલ્મ, વેબ સીરિઝ કે અવોર્ડ ફંક્શન નહીં પણ એક બ્રાન્ડની જાહેરાત માટેનું કેમ્પેઈન હતું.
મેગા બ્લોકબસ્ટર ઈ કોમર્સ કંપની મીશોનું એક પ્રમોશનલ કેમ્પેઈન છે. મીશો પર એક મોટો સેલ થવાનો છે. અને આ સેલની જાહેર ખબર માટે તમામ સ્ટાર્સને કાસ્ટ કરવામાં આવ્યા હતા. હવે રણવીર સિંહે ટ્રેલર શેર કર્યું ત્યારે સમગ્ર બાબતનો ખુલાસો થયો છે. ટ્રેલરમાં જાેઈ શકાય છે કે કપિલ, દીપિકા, રશ્મિકા, રોહિત શર્મા, સૌરવ ગાંગુલી, રણવીર સેલ માટે લોકોને આમંત્રિત કરી રહ્યા છે.
જાે કે આ કેમ્પેઈનની જાણકારી ઘણાં લોકોને પહેલાથી જ મળી ગઈ હતી, અને તેનો શ્રેય સૌરવ ગાંગુલીને જાય છે. કંપની તરફથી સેલેબ્સને પોસ્ટર અને ટેક્સ્ટ મોકલવામાં આવ્યા હશે. સૌરવ ગાંગુલી અથવા તો તેમની ટીમે તે ઈ-મેઈલનો કન્ટેન્ટ બેઠ્ઠો જ કેપ્શનમાં કોપી-પેસ્ટ કર્યો હતો.
કેપ્શનમાં લખવામાં આવ્યુ હતું- કોપી-પેસ્ટ કરો. શૂટિંગમાં મજા આવી ગઈ. મારું નવું મેગા બ્લોકબસ્ટર ટૂંક સમયમાં રીલિઝ થશે. પ્લીઝ ધ્યાન રાખજાે કે એક સપ્ટેમ્બર વાળી પોસ્ટમાં મીશોની બ્રાન્ડિંગ અથવા હેશટેગનો ઉલ્લેખ કરવામાં ન આવ્યો હતો. સૌરવ ગાંગુલીએ આ ટિ્વટ ડીલીટ કરી હતી, પરંતુ ત્યાર સુધી તો લોકોએ સ્ક્રીનશોટ લઈ લીધો હતો.ss1