જાેધપુર અને સરખેજ વોર્ડમાં દબાણ હટાવવા મેગા ડ્રાઈવ હાથ ધરાઈ
ટ્રાફિક જામ અને ગેરકાયદે પાકિર્ગના ‘હોટસ્પોટ’ પર AMC ત્રાટકયું
(એજન્સી)અમદાવાદ, શહેરમાં ટ્રાફીકના પ્રશ્નો દિન-પ્રતીદીન વિકટ બનતા જાય છે. વસ્તીના પ્રમાણમાં અંગત વાહનોનો વપરાશ સતત વધતાં જતો હોઈ વિશાળ રોડ પણ સાંકડા પડી રહ્યા છે.
જાેકે અનેક વાહનોચાલકો રોડ પર આડેધડ પોતાના વાહન પાર્ક કરીને ઓફીસના કામે કે શોપીગ માટે નીકળી જતા હોઈ રોડ વધુ સાંકડા થાય છે.
જાેકે મ્યુનીસીપલ કોર્પોરેશનના સત્તાવાળાઓએ ટ્રાફીક જામની સમસ્યાના નિરાકરણ માટે ગેરકાયદે પાકિર્ગને લગતા હોટસ્પોટને ટાર્ગેટ કર્યા છે. અને ખાસ કરીને ઉત્તર-પશ્ચિમ ઝોનમાં તંત્રએ આવા હોટસ્પોટ પરથી દબાણ દુર કરીને લોકોને હાશકારો આપ્યો છે.
ઉત્તર-પશ્ચિમ ઝોનમાં કેશવબાગથી માનસી સર્કલ, જજીસ બંગલાથી પકવાન ચાર રસ્તા અને ઈસ્કોન ચાર રસ્તાથી ગોતા ચાર રસ્તા અને ઈસ્કોન ચાર રસ્તાથી ગોતા ચાર રસ્તા થઈ વૈષ્ણોદેવી સર્કલ સુધીના રોડ પર ગઈકાલે મ્યુનિસીપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે ખાસ અભિયાન હાથ ધર્યું હતું.
ટ્રાફીક પોલીસને સાથે રાખીને કરવામાં આવેલા આ અભિયાન હેઠળ તંત્રએ દબાણ દુર કરવાની કામગીરીમાં સપાટો બોલાવ્યો હતો. અને ગેરકાયદે પાર્ક કરેલા વાહનને લોક માર્યા હતા. આમાં ગેરકાયદે પાર્ક થતી રીક્ષાઓને પણ દુર કરાઈ હતી. પ્રભાત ચોક ચાર રસ્તા ડમરુ ચાર રસ્તા,
જજીસ બંગલો ચાર રસ્તા અને પકવાન ચાર રસ્તા દબાણો દુર કરતાં વાહન વ્યવહાર સરળ બન્યો હતો. હાઈકોર્ટે સમક્ષ તાજેતરમાં થયેલી પીઆઈએલ હેઠળ રોડ પરનાં લુઝ દબાણ તેમજ વાહનને લોક કરીને એસ્ટેટ વિભાગની ટીમે રૂ.૩પ,પ૦૦નો દંડ વસુલ્યો હતો. ૧પ ગાડી,૪૪ બોર્ડ બેનરે તેમજ ૯૯ પરચુરણ માલસામાન જપ્ત કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત દક્ષીણ-પશ્ચિમ ઝોનમાં એસ્ટેટ વિભાગની ટીમે ટ્રાફીક પોલીસની સાથે રહીને જાેધપુર વોર્ડ અઅને સરખેજ વોર્ડમાં દબાણ હટાવવા મેગા ડ્રાઈવ હાથ ધરી હતી. ઈસ્કોન સર્કલથી કર્ણાવતી કલબ ચાર રસ્તા પી સર્કલ ચાર રસ્તા થઈ ઉજાલા સર્કલ સુધીના એસજીી હાઈવેના બંને તરફના
સર્વીસ રોડ સહીતના રોડ પરથી તંત્રએ ૧૧ લારી, બે ટેમ્પો, બે ગલ્લા, ત્રણ છત્રી આઠ પ્લાસ્ટીક ટેબલ ૧૬ પ્લાસ્ટીક ખુરશી ત્રણ ગેસના બકાટલા ૧ર પ્લાસ્ટીક કેરેટ અને ર૪૭ પરચુરણ માલસામાન મળીને કુલ ૩૦૪ માલસામાન જપ્ત કરાયો હતો.